° °

આજનું ઇ-પેપર
Thursday, 23 March, 2023


અમદાવાદમાં પહેલી વાર વસૂલાશે એન્વાયર્નમેન્ટ ઇમ્પ્રૂવમેન્ટ ચાર્જિસ

01 February, 2023 11:26 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે વર્ષ ૨૦૨૩-’૨૪ માટે ૮૪૦૦ કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ-બજેટ રજૂ કર્યું, અમદાવાદીઓના ખિસ્સામાંથી અંદાજે ૬૦ કરોડ રૂપિયાનો નવો ટૅક્સ વસૂલાશે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

અમદાવાદઃ સુરતની પેટર્ન પ્રમાણે અમદાવાદમાં પહેલી વાર એન્વાયરમેન્ટ ઇમ્પ્રૂવમેન્ટ ચાર્જિસ વસૂલવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગઈ કાલે રજૂ કરેલા ડ્રાફ્ટ-બજેટમાં દરખાસ્ત કરવામાં આવી છે. આ નવા ટૅક્સ દ્વારા શહેરીજનો પાસેથી ૬૦ કરોડ રૂપિયા વસૂલવાનો અંદાજ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૮,૪૦૦ કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ-બજેટ રજૂ કર્યું હતું, જેમાં ૧૦ વર્ષ બાદ વેરામાં વધારાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. બજેટમાં સુરતની જેમ એક નવા પ્રકારનો ટૅક્સ વસૂલવા માટે આયોજન હાથ ધરાયું છે. મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને આ નવા ટૅક્સની વિગતો આપતાં કહ્યું હતું કે ‘પોલ્યુટર પે પ્રિન્સિપાલના ધોરણે અર્બન ટ્રાન્સપોર્ટનો ઉપયોગ નહી કરતાં જે શહેરીજનો પોતાનાં વાહનો વાપરે છે એનાથી પોલ્યુશનમાં વધારો થતો હોવાથી એન્વાયર્નમેન્ટ ઇમ્પ્રૂવમેન્ટ ચાર્જિસ દાખલ કરીને આ ચાર્જથી પોલ્યુશન ઘટાડવાના આયોજનથી ગાર્ડન બનાવવામાં આવશે તેમ જ અર્બન ટ્રાન્સપોર્ટને મજબૂત કરવામાં આવશે. રહેઠાણ તથા બિન રહેઠાણની મિલકતોમાં મિલકતના ક્ષેત્રફળને ધ્યાનમાં રાખીને રહેઠાણની મિલકતોમાં વાર્ષિક ૫થી ૩ હજાર રૂપિયા અને બિનરહેઠાણની મિલકતોમાં વાર્ષિક ૧૫૦થી ૭ હજાર રૂપિયા સુધીની રકમ એન્વાયર્નમેન્ટ ઇમ્પ્રૂવમેન્ટ ચાર્જિસ તરીકે સૂચવવામાં આવી છે. આમાંથી ૬૦ કરોડ રૂપિયા મળવાની આશા છે. સુરતમાં ૨૦૧૮થી એન્વાયર્નમેન્ટ ઇમ્પ્રૂવમેન્ટ ચાર્જિસ લેવામાં આવે છે.’ 

01 February, 2023 11:26 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

કોણ છે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી? જેમણે રાહુલ ગાંધીને અપાવી સજા, જાણો

રાહુલ ગાંધી (Rahul Gandhi)ને સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. પરંતુ તમને ખબર છે તેમના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરનાર સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી (Purnesh Modi) કોણ છે? જેણે રાહુલ ગાંધીને સજા અપાવી..

23 March, 2023 03:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

ડાંગ જિલ્લાનાં તમામ ૩૧૧ ગામોમાં હનુમાનજી મંદિરના નિર્માણયજ્ઞનો પ્રારંભ કરાયો

ડાંગ જિલ્લાનાં તમામ ૩૧૧ ગામોમાં હનુમાન મંદિરોના નિર્માણયજ્ઞના પાંચમા તબક્કામાં ૧૧ મંદિરોની પ્રાણપ્રતિષ્ઠા અને લોકાર્પણ થશે

19 March, 2023 11:06 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

અમિત શાહ પ્રોટોકૉલ બાજુએ રાખીને કાર્યકરોને મળ્યા

કેન્દ્રીય પ્રધાન ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં આયોજિત કાર્યક્રમમાં બૅરિકેડ્સ હટાવીને કાર્યકરોને મળ્યા અને દરદીઓનાં સગાં સાથે વાતચીત કરી

19 March, 2023 11:03 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK