Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Gujarat:સ્પર્શ મહોત્સવમાં આકર્ષણ ભલે ગિરનાર હોય પણ સાઉંડ શૉમાં દેખાશે જૈનોની ઝલક

Gujarat:સ્પર્શ મહોત્સવમાં આકર્ષણ ભલે ગિરનાર હોય પણ સાઉંડ શૉમાં દેખાશે જૈનોની ઝલક

12 January, 2023 09:21 PM IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ સ્પર્શ મહોત્સવમાં વિભિન્ન આકર્ષણ કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. જેમાં ગિરનાર પર્વતની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આ સિવાય લાઈટ એન્ડ સાઉન્ડ શૉમાં જૈન દર્શનની ઝલક દેખાશે.

ગિરનારની પ્રતિકૃતિની તૈયારી

ગિરનારની પ્રતિકૃતિની તૈયારી


Gujarat: અમદાવાદમાં (Ahmedabad) 15થી 22 જાન્યુઆરી સુધી સ્પર્શ મહોત્સવ ઉજવવામાં આવશે. આ સ્પર્શ મહોત્સવમાં વિભિન્ન આકર્ષણ કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. જેમાં ગિરનાર પર્વતની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આ સિવાય લાઈટ એન્ડ સાઉન્ડ શૉમાં જૈન દર્શનની ઝલક દેખાશે.

અમદાવાદમાં 15થી 22 જાન્યુઆરી સુધી સ્પર્શ મહોત્સવ ઉજવવામાં આવશે. આ સ્પર્શ મહોત્સવમાં વિભિન્ન આકર્ષણના કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. જેમાં ગિરનાર પર્વતની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આ સિવાય અન્ય આકર્ષણ કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ વાત એ છે કે ગિરનાર તીર્થની એક પ્રતિકૃતિનું નિર્માણ પદ્મ ભૂષણ આચાર્ય રત્નસુંદરસુરી મહારાજ દ્વારા લેખિત 400મી પુસ્તકના વિમોચનના અવસરે સ્પર્શ મહોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. 



જૈન સમાજની આસ્થાનું કેન્દ્ર બન્યું તીર્થસ્થળ
સ્પર્શ મહોત્સવ સમિતિના સંયોજક કલ્પેશભાઈ શાહ પ્રમાણે, છેલ્લા અનેક વર્ષોથી સમસ્ત જૈન સમાજની આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર તીર્થસ્થળ બન્યું છે. તેમાં પણ નેમિનાથ પરમાત્માનો પ્રભાવ દિવસે ને દિવસે વધતો જાય છે. તે જ દાદા નેમિનાથ પરમાત્માના ગિરનાર તીર્થની પ્રતિકૃતિનું કામ છેલ્લા 3 મહિનાથી વિશ્વવિદ્યાલય મેદાનમાં આકાર લઈ રહ્યું છે. સ્પર્શ મહોત્સવ સમિતિ દ્વારા પહાડનું નિર્માણ લોખંડ, વાંસ, બાલી, લાકડી, પ્લાસ્ટર ઑફ પેરિસ અને કૉટનથી કરવામાં આવ્યું છે.


બાળકો અને દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા
હકિકતે, 100 ફૂટની ઊંચાઈ પર 300X300 ફૂટનું પ્લેટફૉર્મ બનાવવામાં આવ્યું છે. જેના પર હજારો શ્રદ્ધાળુઓ પૂજા કરી શકશે. આ સિવાય ભગવાનના અલૌકિક જિનાલયની અદ્ભૂત વ્યવસ્થા છે. જિનાલયની ચારેકોર 96થી વધારે સુંદર ડેરીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતને 100 ફૂટ ઊંચાઈ સુધી લઈ જવા માટે એક જૂદું રેમ્પ બનાવવામાં આવ્યું છે. સાથે જ દિવ્યાંગો તેમજ બાળકો માટે ડોલીવાળાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

જણાવવાનું કે સ્પર્શ મહોત્સવમાં 5 મંદિર, 96થી વધારે ડેરી અને 250 ફૂટ લાંબી ગુફા પણ બનાવવામાં આવી છે. પર્યટક આ ટનલ દ્વારા ગિરનાર તીર્થની યાત્રા કરી શકશે. દર સાંજે 3ડી મેપિંગની ટેક્નિક દ્વારા ગિરનાર તીર્થની પ્રતિકૃતિ પર 4થી 5 લાઈટ એન્ડ સાઉન્ડ શૉ થશે. શૉમાં જૈન દર્શન, ગિરનાર તીર્થ અને ગુરુદેવના જીવનની ઝલક બતાવવામાં આવશે.


આ પણ વાંચો : પારસનાથ પર્વત હમારા હૈ; નહીં ચલેગી, નહીં ચલેગી, જૈનોં કી દાદાગીરી નહીં ચલેગી

શું કહ્યું સંયોજક પલક શાહે?
સ્પર્શ મહોત્સવ સમિતિના સંયોજક પલક શાહ પ્રમાણે, ગિરનાર તીર્થની સામે એક અદ્ભૂત સમવશરણ બનાવવામાં આવ્યું છે. 100 ફૂટ ઊંચાઈ ધરાવતા સમવશરણમાં જઈને શ્રદ્ધાળુ દર્શનનો લાભ લઈ શકશે. જેમાં પવિત્ર સ્પંદનોના સ્પર્શથી સુંદર સમવશરણમાં ભગવાનના સ્વરૂપને જોવાની તક મળે છે. સમવશરણની બન્ને બાજુ મા સરસ્વતી અને મા લક્ષ્મીની પ્રતિમાઓની ડિઝાઈન બનાવવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

12 January, 2023 09:21 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK