Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આણંદના કોસિન્દ્રામાં ટીચરનાં વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં

આણંદના કોસિન્દ્રામાં ટીચરનાં વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં

25 February, 2024 10:22 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

વાલીઓમાં રોષ : શિક્ષકને સસ્પેન્ડ કરવાની માગણી : બે દીકરીઓ સ્કૂલે નહીં જતાં શિક્ષકનું કરતૂત બહાર આવ્યું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મધ્ય ગુજરાતમાં આણંદના આંકલાવ નજીક આવેલા કોસિન્દ્રાની એક શાળામાં શિક્ષણજગતને શર્મસાર કરતી ઘટના બની છે. કિરણ વાળંદ નામના શિક્ષકે બે વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કરતાં વાલીઓમાં રોષ ફેલાયો હતો અને શિક્ષકને સસ્પેન્ડ કરવા માગણી કરી છે.


આંકલાવના કોસિન્દ્રામાં આવેલી શાળામાં કિરણ વાળંદ નામના શિક્ષકે અંદાજે પંદરેક દિવસ પહેલાં શાળામાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીની સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં જેથી આ દીકરીઓ સ્કૂલે જતી નહોતી. બે દીકરીઓ સ્કૂલે નહીં જતાં શિક્ષકનાં કરતૂત બહાર આવ્યાં હતાં. બે દીકરીના વાલીને આ વાતની ખબર પડતાં ગઈ કાલે વાલીઓ શાળામાં પહોંચી ગયા હતા અને શાળાના આચાર્ય સામે રોષ વ્યક્ત કરીને શિક્ષકને સસ્પેન્ડ કરીને તેની સામે પગલાં ભરીને કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરી હતી. આ ગંભીર ઘટના વિશે વાલીઓએ ફરિયાદ કરતાં કહ્યું હતું કે ‘દીકરી સ્કૂલે નહીં જતાં તેને પૂછતાં દીકરીએ કહ્યું હતું કે મારા સાહેબ બોલાવીને શરીરે હાથ ફેરવે છે. છોકરીઓ સાથે અડપલાં કરનાર આ શિક્ષક સામે પગલાં ભરવાં જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2024 10:22 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK