° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


વડોદરામાં સગીરાને બસમાં ખેંચી જઇ કર્યો સામૂહિક બળાત્કાર

13 January, 2022 01:45 PM IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent

વડોદરાના એસીપી ભરત રાઠોડે જણાવ્યું કે આ ઘટના 2 જાન્યુઆરીએ બની હતી. બુધવારે આ મામલે FIR નોંધવામાં આવી હતી. આ ગેંગ રેપ કેસના બે આરોપી હજુ ફરાર છે. તેની શોધખોળ ચાલુ છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના વડોદરામાં માં સગીર બાળકી પર સામૂહિક બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના વડોદરા શહેરના VIP રોડના હરણી વિસ્તારમાં બની હતી. પોલીસે આ કેસમાં સગીર આરોપી સહિત બેની ધરપકડ કરી છે.

વડોદરાના એસીપી ભરત રાઠોડે જણાવ્યું કે આ ઘટના 2 જાન્યુઆરીએ બની હતી. બુધવારે આ મામલે FIR નોંધવામાં આવી હતી. આ ગેંગ રેપ કેસના બે આરોપી હજુ ફરાર છે. તેની શોધખોળ ચાલુ છે.

હરણી પોલીસ સ્ટેશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, 2 જાન્યુઆરીએ રાત્રે 8 વાગ્યે, આદિવાસી વર્ગની 16 વર્ષની છોકરીને સગીર મુખ્ય આરોપી અને તેના બે સાથીઓએ પકડી લઇ અને તેમને રસ્તાના કિનારે પાર્ક કરેલી બસમાં લઈ ગયા હતા. બે ફરાર આરોપીઓએ યુવતીને બળજબરીથી બસમાં ખેંચવામાં મુખ્ય આરોપીને મદદ કરી હતી. બંને બહાર નીકળ્યા અને બસને લૉક કરી દીધી અને પછી આરોપીએ તેની સાથે બળાત્કાર કર્યો. અધિકારીએ કહ્યું કે સગીર યુવતીને ધમકી આપી હતી કે તે કોઈને કંઈ કહે નહીં. પોલીસે સગીર આરોપી અને અન્ય એકની ધરપકડ કરી છે. તેના બે સાથીદારોની શોધખોળ ચાલુ છે.

પીડિતા મધ્યપ્રદેશની છે. તેણી તેના સંબંધીઓ સાથે પડોશી રાજ્ય ગુજરાતમાં તેના વતન રહેવા ગઈ છે. ઘટનાની જાણ તેના કાકાને થતાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કાર), 354 (એ) (જાતીય સતામણી), 506 (2) (ગુનાહિત ધમકી), અને 114 અને બાળકોના જાતીય અપરાધોથી રક્ષણ (POCSO) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં કેસમાં આગળ તપાસ ચાલુ છે.

13 January, 2022 01:45 PM IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

ગુજરાતમાં હજી ચાર દિવસ હાંજા ગગડાવતી ઠંડી પડવાની આગાહી

ગઈ કાલે ગાંધીનગરમાં ૪.૩ અને નલિયામાં ૪.૬ ડિગ્રી ઠંડી પડતાં ઠંડુંગાર બની ગયું – રાજ્યનાં ૧૦ શહેરોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીની અંદર રહ્યો

25 January, 2022 10:17 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

આનંદો, ગુજરાતમાં દીકરીઓની સંખ્યા વધી

વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ દર ૧૦૦૦ દીકરાઓએ દીકરીઓની સંખ્યા ૮૯૦ હતી જે વર્ષ ૨૦૧૯-’૨૦માં વધીને ૯૫૫ થઈ

25 January, 2022 10:14 IST | Ahmedabad | Agency
ગુજરાત સમાચાર

ભરશિયાળામાં ગુજરાતના ૯ તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ

સંખેડા, ધ્રોલ, ડભોઈ, કરજણ, ચુડા, છોટાઉદેપુર, લીમડી, થાનગઢ અને બોડેલીમાં માવઠું થયું : ખેડૂતો થયા પરેશાન

23 January, 2022 09:13 IST | Ahmedabad | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK