ગુજરાતના અમદાવાદમાં આવેલી જી.સી.એસ. (ગુજરાત કૅન્સર સોસાયટી) હૉસ્પિટલમાં ૭૭ વર્ષનાં વૃદ્ધાના અંડાશયમાંથી ૧૩ કિલો વજન ધરાવતી ગાંઠ બહાર કાઢીને ડૉક્ટરોએ તેમને તકલીફમાંથી મુક્ત કર્યાં હતાં.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
ગુજરાતના અમદાવાદમાં આવેલી જી.સી.એસ. (ગુજરાત કૅન્સર સોસાયટી) હૉસ્પિટલમાં ૭૭ વર્ષનાં વૃદ્ધાના અંડાશયમાંથી ૧૩ કિલો વજન ધરાવતી ગાંઠ બહાર કાઢીને ડૉક્ટરોએ તેમને તકલીફમાંથી મુક્ત કર્યાં હતાં.
આ સિનિયર સિટિઝન મહિલાને પેટમાં દુખાવો વધવાની સાથે ખાવા–પીવામાં તકલીફ ઊભી થઈ હતી અને તેમનું પેટ દિવસે-દિવસે ફૂલવા લાગતાં સી.ટી. સ્કૅન કરાવતાં ગાંઠ જણાઈ આવી હતી. અંડાશયમાં રહેલી ગાંઠ દિવસે-દિવસે મોટી થતાં પેટની સાઇઝ વધતી જતી હોવાથી આ મહિલા જી.સી.એસ. હૉસ્પિટલમાં સારવાર માટે ઍડ્મિટ થયાં હતાં. ગાયનેક વિભાગના ડૉ. દિવ્યેશ પંચાલ અને સર્જરી વિભાગના ડૉ. વિદ્યાસાગર શર્મા અને તેમની ટીમે ઑપરેશન કરીને ૧૩ કિલોની ગાંઠને સફળતાપૂર્વક બહાર કાઢી હતી. આ ગાંઠનું કદ ૩૨ સે.મી. જેટલું હતું.