જયંતી ભાનુશાલીના પરિવારને અપાશે પોલીસ-પ્રોટેક્શન
જયંતી ભાનુશાળીના પરિવારને મળી ધમકી
ગુજરાત ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય જયંતી ભાનુશાલીના હાઈ-પ્રોફાઇલ હત્યાકેસમાં ભાનુશાલીપરિવારે પોલીસ-પ્રોટેક્શન માગતાં આ પરિવારને તેમના અમદાવાદ અને કચ્છસ્થિત નિવાસસ્થાને પોલીસ-પ્રોટેક્શન પૂરું પાડવામાં આવશે.
જયંતી ભાનુશાલીના ભત્રીજા સુનીલ ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને જરૂરત લાગી છે એટલે પોલીસ-પ્રોટેક્શન માગ્યું છે. પોલીસ અમને બંદોબસ્ત આપશે. અમદાવાદ અને કચ્છમાં આવેલા હાજાપરા ગામે પોલીસ-પ્રોટેક્શન આપશે.’
ADVERTISEMENT
આ પણ વાંચોઃ જયંતી ભાનુશાળીની હત્યામાં મનીષા ગોસ્વામીનો મોટો હાથ: સત્તાવાર જાહેરાત હવે થશે
એવી વિગતો ચર્ચાઈ રહી છે કે મુંબઈથી ધમકી મળી હતી જેના કારણે પરિવાર દ્વારા પોલીસ-પ્રોટેક્શન માગ્યું છે એમ પૂછતાં તેમણે કહ્યું હતું કે ના, એવું નથી. અમને જરૂર લાગી એટલે પ્રોટેક્શન માગ્યું છે.