Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Surat: 9 વર્ષની હીરા વેપારીની દીકરી બની સંન્યાસી, 35 હજાર લોકો સામે લીધી દીક્ષા

Surat: 9 વર્ષની હીરા વેપારીની દીકરી બની સંન્યાસી, 35 હજાર લોકો સામે લીધી દીક્ષા

Published : 18 January, 2023 09:13 PM | IST | Surat
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હીરા વેપારી સંઘવી મોહનભાઈની પૌત્રી અને ધનેશ-અમીબેનની 9 વર્ષની દીકરી દેવાંશીનો દીક્ષા સમારોહ વેસૂમાં 14 જાન્યુઆરીના શરૂ થયો હતો. આજે સવારે 6 વાગ્યે દેવાંશીએ સાધ્વીની દીક્ષા લીધી.

દેવાંશી (તસવીર સૌજન્ય વિરલ ભાયાણી)

Surat

દેવાંશી (તસવીર સૌજન્ય વિરલ ભાયાણી)


સૂરતમાં 9 વર્ષની હીરા વેપારીની દીકરીએ સાધ્વી બનવાનો નિર્ણય લીધો. 35 હજાર લોકોની હાજરીમાં સૂરતના હીરા વેપારીની દીકરીએ સાધ્વીની દીક્ષા લીધી. હીરા વેપારી સંઘવી મોહનભાઈની પૌત્રી અને ધનેશ-અમીબેનની 9 વર્ષની દીકરી દેવાંશીનો દીક્ષા સમારોહ વેસૂમાં 14 જાન્યુઆરીના શરૂ થયો હતો. આજે સવારે 6 વાગ્યે દેવાંશીએ સાધ્વીની દીક્ષા લીધી. 35 હજારથી વધારે લોકોની હાજરીમાં દેવાંશીએ જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વર મહારાજ પાસેથી દીક્ષા લીધી.


સૂરતના હીરા વેપારી સંઘવી મોહનભાઈની દીકરી દેવાંશી પાંચ ભાષાઓના જાણકાર છે. જણાવવાનું કે દેવાંશીના પરિવારના સ્વ. તારાચંદનું પણ ધર્મના ક્ષેત્રમાં એક ખૂબ જ મહત્વનું સ્થાન હતું. તેમણે શ્રી સમ્મેદશિખરનો ભવ્ય સંઘ કાઢ્યો અને આબૂના પહાડો નીચે સંઘવી ભેરૂતારક તીર્થનું નિર્માણ કરાવ્યું હતું. હીરા વેપારી સંઘવી મોહનની બે દીકરીઓ છે જેમાં દેવાંશી તેમની મોટી દીકરી છે. દેવાંશીએ 367 દીક્ષા સમારોહમાં ભાગ લીધો અને ત્યાર બાદ જ તેમણે સાંસારિક જીવનમાંથી સંન્યાસ લેવા માટે પ્રેરિત થઈ છે. પરિવારના એક નજીકના મિત્રએ કહ્યું કે તેણે અત્યાર સુધી કોઈપણ ટીવી કે કોઈ ફિલ્મ જોઈ નથી. એટલું જ નહીં તે ક્યારેય રેસ્ટૉરન્ટમાં પણ નથી ગઈ.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)


સૂરતમાં જ દેવાંશીની વર્ષીદાનની યાત્રા કાઢવામાં આવી હતી. આમાં 4 હાથી, 20 ઘોડા, 11 ઊંટ હતા. આ પહેલા મુંબઈ અને એન્ટ્વર્પમાં પણ દેવાંશીની વર્ષીદાનની યાત્રા કાઢવામાં આવી હતી. દેવાંશી સંગીત, સ્કેટિંગ, મેંટલ મેથ્સ અને ભરતનાટ્યમમાં એક્સપર્ટ છે. દેવાંશીને વૈરાગ્ય શતક અને તત્વાર્થના અધ્યાય જેવા મહાગ્રંથ યાદ છે.


આ પણ વાંચો : હવે મુંબઈના આ સ્ટેશન પર પણ ઊભી રહેશે ગાંધીનગર જતી વંદે ભારત એક્સપ્રેસ, જાણો વિગત

કહેવામાં આવે છે કે દેવાંશીએ 8 વર્ષની ઊંમર સુધી 357 દીક્ષા દર્શન, 500 કિલોમીટર પગપાળા વિહાર, તીર્થોની યાત્રા તેમજ અનેક જૈન ગ્રંથોનું વાચન કરીને તત્વજ્ઞાન સમજી. તેણે ક્યારેય ટીવી નથી જોયું, જૈન ધર્મમાં પ્રતિબંધિત વસ્તુઓનો પણ ક્યારેય ઉપયોગ નથી કર્યો. ન તો ક્યારેય કોઈપણ અક્ષર લખાયેલા કપડા પહેર્યા.

Whatsapp-channel Whatsapp-channel

18 January, 2023 09:13 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK