સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના સાંનિધ્યમાં સુરતની નવી સિવિલ હૉસ્પિટલ દ્વારા અંગદાનની જ્યોત ઘર-ઘર સુધી પ્રગટાવવા અને બ્રેઇન-ડેડના કિસ્સાઓમાં અચૂક અંગદાન થાય એ માટે સામૂહિક સંકલ્પ લેવાયા હતા.
પોસ્ટર, પ્લૅકાર્ડ્સ અને બૅનરથી બનાવેલી ૪૦૧ મીટર લાંબી સાડીથી અંગદાન માટે અવેરનેસ
અંગદાન પ્રત્યે લોકો જાગ્રત થાય એવા ઉદ્દેશથી ગઈ કાલે મધ્ય ગુજરાતમાં આવેલી નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડૅમ પાસે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે પહેલી વાર પોસ્ટર, પ્લૅકાર્ડ્સ અને બૅનરથી બનાવેલી ૪૦૧ મીટર લાંબી સાડીથી અંગદાન માટે અવેરનેસ ફેલાવાઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના સાંનિધ્યમાં સુરતની નવી સિવિલ હૉસ્પિટલ દ્વારા અંગદાનની જ્યોત ઘર-ઘર સુધી પ્રગટાવવા અને બ્રેઇન-ડેડના કિસ્સાઓમાં અચૂક અંગદાન થાય એ માટે સામૂહિક સંકલ્પ લેવાયા હતા.

