ખોડલધામ ટ્રસ્ટ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્રારા યોગ મહોત્સવનું આયોજન

Published: Jun 17, 2019, 15:50 IST | રાજકોટ

ખોડલધામ મંદિરનું નિર્માણ કરનાર ખોડલધામ ટ્રસ્ટ તેમજ કારકિર્દી ઘડતર અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા આગામી તા.૨૧ જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિતે રાજકોટમાં યોગ મહોત્સવ- ૨૦૧૯નું આયોજન કરવામાં આવેલ છે.

ખોડલધામ ટ્રસ્ટ
ખોડલધામ ટ્રસ્ટ

ખોડલધામ મંદિરનું નિર્માણ કરનાર ખોડલધામ ટ્રસ્ટ તેમજ કારકિર્દી ઘડતર અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા આગામી તા.૨૧ જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિતે રાજકોટમાં યોગ મહોત્સવ- ૨૦૧૯નું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે યોગાચાર્ય સ્વામી મુકતાનંદજી (અનંતદેવ) કાયાવરોહણ તીર્થ સેવા સમાજ- કાયાવરોહણના (વડોદરા) પણ ખાસ ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજન હર્ષદભાઈ માલાણી (પ્રમુખ, એસપીસીએફ), નરેશભાઈ પટેલ (ચેરમેન ખોડલધામ ટ્રસ્ટ) અને રમેશભાઈ ટીલાળા (ટ્રસ્ટી ખોડલધામ ટ્રસ્ટ)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

19 થી 21 જુન દરમ્યાન યોગ શિબિર યોજાશે
શહેરનાં ૧૫૦ ફુટ રીંગરોડ ઉપર નાનામવા સર્કલ પાસે મિલેનીયમ ટાવરની બાજુમાં આવેલ વિશાળ મેદાનમાં તા.૧૯ જુનથી તા.૨૧ જુન દરમ્યાન રોગ ઉપચાર આધારીત યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. તા.૧૯થી ત્રણ દિવસ સવારે ૬ થી ૭:૩૦ વાગ્યા સુધી યોજાનાર યોગ શિબીરમાં તા.૧૯ જુનનાં રોજ વેઈટ મેનેજમેન્ટ (વજન વધારો- ઘટાડો), તા.૨૦મીએ કોલેસ્ટ્રોલ અને તા.૨૧મીએ યોગ અભ્યાસ યોજાશે. જુદા- જુદા રોગોની ચિકીત્સા યોગ દ્વારા થઈ શકે તેનું માર્ગદર્શન આપવામાં આવશે. આ યોગ મહોત્સવ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત રાખવામાં આવેલ છે અને રજીસ્ટ્રેશન કરાવનાર દરેક વ્યકિતને  શિબીરમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

ત્રણ દિવસના આ યોગ મહોત્સવ માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. નાનામવા સર્કલ પાસે ૩.૫ લાખ ચોરસ ફુટનું બાઉન્ડ્રી સાથેનું વિશાળ મેદાન ઉપરાંત વાહન પાર્કિંગ, ભાઈઓ અને બહેનો માટે યોગ અભ્યાસની અલગ અલગ વ્યવસ્થા, સિકયોરીટી તેમજ લાઈવ એલ.ઈ.ડી.સ્ક્રીન તથા સરાઉન્ડીંગ સાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. ચકલીના માળા અને પર્યાવરણ જતન માટે વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવશે. તેમજ આરોગ્યવર્ધક નેચરલ જયુશ પણ આપવામાં આવશે. નિરોગી રહેવા માટે યોગ અભ્યાસ ઉત્તમ અને ઘરેલુ ઉપાય હોય, વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોજાઈ રહેલા આ યોગ મહોત્સવમાં તમામ લોકોને જોડાવાખોડલધામ ટ્રસ્ટ તથા સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનની એક યાદીમાં અપીલ કરવામાં આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK