વર્લ્ડનો સૌથી લાંબો ૨૫ ફૂટનો અજગર

Published: 23rd September, 2012 05:07 IST

અમેરિકાના એક અજગરની લંબાઈ ૨૫ ફૂટ છે અને એનું વજન ૧૪૦ કિલો છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડે હમણાં જ એને વિશ્વના સૌથી લાંબા અજગર તરીકે માન્યતા આપી છે.

મિસુરી સ્ટેટના કેન્સાસ સિટીમાં આવેલા ટૂરિસ્ટ અટ્રૅક્શન એજ ઑફ હેલમાં એને રાખવામાં આવ્યો છે. મેડુસા નામનો આ અજગર એટલો લાંબો છે કે ૧૫ માણસો મહામહેનતે એને ઊંચકી શકે છે. જોકે માણસનો પણ કોળિયો કરી જાય એવો ખતરનાક હોવાથી લોકો ઊંચકે એ પહેલાં તેને અર્ધબેભાન કરવામાં આવે છે.

આ અજગર અઠવાડિયામાં એકસાથે ૨૦ કિલો ખોરાક ઝાપટી જાય છે. એના મેનુમાં મોટા ભાગે સસલાં અને હરણ જેવાં પ્રાણીઓ સામેલ હોય છે. એની લંબાઈ માત્ર ૨૪ ઇંચ હતી ત્યારે એને અહીં લાવવામાં આવ્યો હતો. આ પહેલાં અમેરિકાના ઓહાયો સ્ટેટમાં આવેલા કોલમ્બસ ઝૂમાં રાખવામાં આવેલો ૨૪ ફૂટ લાંબો અજગર સૌથી વધુ લંબાઈનો વર્લ્ડ રેકૉર્ડ ધરાવતો હતો. જોકે ઑક્ટોબર ૨૦૧૦માં એનું મૃત્યુ થયું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK