Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > વિશ્વનું સૌથી વિશાળ ટેલિસ્કોપ લૉન્ચ થયું

વિશ્વનું સૌથી વિશાળ ટેલિસ્કોપ લૉન્ચ થયું

29 July, 2012 04:34 AM IST |

વિશ્વનું સૌથી વિશાળ ટેલિસ્કોપ લૉન્ચ થયું

વિશ્વનું સૌથી વિશાળ ટેલિસ્કોપ લૉન્ચ થયું


big-teliscop‘ચેરેનકોવ’ નામના આ ટેલિસ્કોપમાં ૯૨ ફૂટ ઊંચાઈનો વિશાળ મિરર છે. નામિબિયાની રાજધાની વિન્ટહૉકથી ૧૦૦ કિલોમીટરના અંતરે આ ટેલિસ્કોપ મૂકવામાં આવ્યું છે. એનું નિર્માણ કરનાર વિજ્ઞાનીઓની ટીમમાં સામેલ પાસ્કલ વિન્સેન્ટે કહ્યું હતું કે નાના ટેલિસ્કોપની સરખામણીએ આ ટેલિસ્કોપની મદદથી ચાર ગણી વધુ પિક્સેલ ધરાવતી તસવીરો મેળવી શકાશે.

 



ખગોળશાસ્ત્રીઓ માટે આ ટેલિસ્કોપ લૉન્ચ થવું એ અત્યંત મોટી ઘટના છે. એની મદદથી અવકાશનાં અત્યાર સુધી અજાણ્યાં એવાં અનેક ક્ષેત્રોમાં સંશોધન કરી શકાશે. મે મહિનામાં સાઉથ આફ્રિકાએ ઑસ્ટ્રેલિયાની મદદથી આ ટેલિસ્કોપ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. નામિબિયામાં છેલ્લાં ૧૦ વર્ષથી અવકાશ સંશોધન કેન્દ્ર કાર્યરત છે, જેમાં ૧૨ જુદા-જુદા દેશોના ૧૭૦થી વધુ વિજ્ઞાનીઓ કામ કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2012 04:34 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK