સિંહ સામે ઉભી રહીને મહિલા કરવા લાગી મસ્તી, પછી થયું આવું કે વીડિયો થયો વાયરલ

Updated: Oct 03, 2019, 20:12 IST | મુંબઈ ડેસ્ક

અમેરિકાના ન્યૂયૉર્કમાં એક મહિલાએ કંઇક એવું કરી બતાવ્યું, જેની લોકો ખૂબ જ ટીકા કરી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે અને તે એટલા માટે કે તેનાથી વધુ ખતરનાક અન્ય કોઇ જાનવર હોતો નથી. સામાન્ય રીતે સિંહનું નામ સાંભળતા જ લોકોનો પરસેવો છુટી જતો હોય છે. તેને સામે જોઇ લે તો ખબર નહીં શું થઈ જાય. પણ અમેરિકાના ન્યૂયૉર્કમાં એક મહિલાએ કંઇક એવું કરી બતાવ્યું, જેની લોકો ખૂબ જ ટીકા કરી રહ્યા છે.

મહિલા જ્યારે સિંહના વિસ્તારમાં જઇ પહોંચી
હકીકતે, ન્યૂયોર્કના બ્રૉન્સ જૂમાં એક મહિલા મસ્તી કરતાં સીધી સિંહના વાડામાં કૂદી પડી અને તેને ચીડવવા લાગી. જોકે, સારી બાબત એ છે કે સિંહ માત્ર તેને જોતો રહ્યો અને તેમે તેને કંઇ કર્યું નહીં. થોડીવાર પછી મહિલા વાડામાંથી બહાર આવી ગઈ.

આ વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
મહિલાની આ હરકતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોને 'રિયલ સોબરીનો' નામની ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી શૅર કરવામાં આવ્યો છે. વીડિયોના વાયરલ થયા પછી કેટલાક લોકો મહિલાની હરકતોને મુર્ખાઇ ભર્યું પગલું ગણાવે છે.

તો, બ્રૉન્સે આ ઘટનાને લઇને નિવેદન આપ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, મહિલાએ ઝૂના નિયમોનું પાલન કર્યું નથી. આવી હરકતથી તેનો જીવ પણ જઈ શકતો હતો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK