પાંચ વર્ષની ધ્યાની બની ઇન્ડિયાની યંગેસ્ટ ફેમસ યુટ્યુબર

Published: Dec 30, 2019, 09:35 IST | Wankaner

વાંકાનેરમાં રહેતી ધ્યાની જાનીએ માત્ર પાંચ વર્ષની નાની ઉંમરમાં પોતાની યુટ્યુબ ચૅનલ થકી સમગ્ર ઇન્ડિયામાં ફેમસ બની ગઈ છે.

ધ્યાની જાની
ધ્યાની જાની

વાંકાનેરમાં રહેતી ધ્યાની જાનીએ માત્ર પાંચ વર્ષની નાની ઉંમરમાં પોતાની યુટ્યુબ ચૅનલ થકી સમગ્ર ઇન્ડિયામાં ફેમસ બની ગઈ છે. હાલમાં બીબીસી ન્યુઝ દ્વારા ઇન્ડિયાની ટૉપ છ ઇન્ટરનેટ સેલિબ્રિટીમાં ધ્યાની જાનીને સ્થાન આપતાં માત્ર વાંકાનેર જ નહીં, સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. વાંકાનેરમાં રહેતી ધ્યાની જાનીએ માત્ર ચાર વર્ષની ઉંમરમાં પોતાની યુટ્યુબ ચૅનલ બનાવી વિડિયો બનાવવાનું ચાલુ કર્યું હતું. પરંતુ જોતજોતામાં તેના વિડિયો લોકોને એટલા પસંદ આવી ગયા કે માત્ર ચાર વર્ષની ઉંમરમાં ધ્યાની જાની યંગેસ્ટ સુપરસ્ટાર બની ગઈ.

આ પણ વાંચો : ભુજ અને નલિયામાં રેકૉર્ડબ્રેક ઠંડી, ડીસાનું લઘુતમ તાપમાન 7.4 ડિગ્રી

લોકો તો તેના ફૅન બન્યા જ સાથે-સાથે ગુજરાતી ફિલ્મ કલાકારો પણ આ ચાર વર્ષની બાળકીના ફૅન બની ગયા છે. ગુજરાતના મોટા ભાગના ફિલ્મી કલાકારો તેની સાથે વિડિયો બનાવી ચૂક્યા છે અને હાલમાં ધ્યાની જાની માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર ભારતમાં ફેમસ બની રહી છે.

Loading...

Tags

gujarat
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK