મહેમાનો સામે ઘરની લીકેજ કે તિરાડને કઈ રીતે ઢાંકશો?

Published: 10th November, 2012 08:49 IST

લીકેજ થવું, કાર્પેટમાં ધાબાં પડવાં કે તિરાડો પડવી વગેરે સામાન્ય ઘરેલુ સમસ્યાઓ છે. મહેમાનો આવે ત્યારે આવી બાબતો તેમના પર સારી છાપ તો નહીં જ પાડે! તમારા ઘરમાં પણ આવી સમસ્યાઓ હોય અને જો મહેમાન આવવાના હોય તો અમારી પાસે એનાં ઝડપી સૉલ્યુશન્સ છે.ફર્શ પરના ડાઘ


કેટલાક ડાઘ જિદ્દી હોય છે જે જવાનું નામ જ નથી લેતા. એવા ડાઘથી છુટકારો મેળવવા બુકમાં આપેલી તમામ ટ્રિક તમે અજમાવી ચૂક્યા હશો, પરંતુ જો મહેમાનની નજરે એ ચડી ગયા તો તેઓ તો એમ જ માનશે કે તમારું ઘર ગંદું છે અને એમાં ભાગ્યે જ સાફસફાઈ થતી હશે. એટલે અમારું તમને એવું સૂચન છે કે ફર્શ પરના ડાઘ પર તમે ગાલીચો, કાર્પેટ કે ચટાઈ બિછાવી દો. એનાથી તમારા ઘરમાં રોનક આવશે અને એ સુંદર પણ લાગશે.

ખુરસીમાં તિરાડો

નેતર અને પ્લાસ્ટિકની ખુરસીઓમાં જલદીથી તિરાડો પડી જાય છે. તમે જો એવી તિરાડની અવગણના કરશો તો એ વધુ લાંબી અને ડી બનતી જશે. એવી તિરાડોને જોડવા ટ્રાન્સપરન્ટ ડક્ટ ટેપનો ઉપયોગ કરી શકો છો. સદ્નસીબે ટેપ ટ્રાન્સપરન્ટ હોવાથી તમે કરેલું રિપેરિંગ કોઈની નજરે નહીં ચડે.

લીકેજની સમસ્યા

ચોમાસું શરૂ થતાં જ લીકેજની સમસ્યા બધાની નજરે ચડે એ રીતે શરૂ થઈ જાય છે. લીકેજ બંધ કરાવવા તમારે પ્લમ્બરની સર્વિસ લેવી પડશે.

જોકે કામચલાઉ ધોરણે M-seal જેવા સૉલ્યુશનનો ઉપયોગ કરી શકો છો.

વૉલપેપર ખડી જવાં

વૉલપેપર ફાટી કે ખડી જવાને કારણે ખુલ્લી દીવાલો દેખાવા લાગે છે. વૉલપેપર ચોંડાટવાનો ગુંદર હાથવગો રાખો, જેથી તમે સમયસર તમારી દીવાલો બચાવી શકશો. તમે ફાટેલા વૉલપેપરની જગ્યાએ ચિત્રો ચોંટાડીને પણ સમસ્યાનો ઉકેલ લાવી શકો છો. તમારું વૉલપેપર એક જ કલરનું હોય તો જ ચિત્રો ચોંટાડવાનો ઉપાય કામ આવી શકશે. જો વૉલપેપર એક કલરનું નહીં હોય તો દીવાલ વિચિત્ર દેખાશે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK