વિરારના સિલિન્ડર-બ્લાસ્ટમાં વધુ એકનું મોત : ૫નાં મૃત્યુ, ૧૬ જખમી

Published: 26th November, 2012 05:35 IST

વિરાર (વેસ્ટ)માં સ્ટેશન નજીકના એક બિલ્ડિંગના ગોડાઉનમાં મંગળવારે થયેલા સિલિન્ડર-બ્લાસ્ટમાં આ ઘટનાનો ભોગ બનેલા ઘનશ્યાન ગુપ્તાનું શનિવારે કેઈએમ હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું. જોકે આ દુર્ઘટનામાં ૧૬ જણ જખમી થયા હતા. આ કેસમાં અત્યાર સુધી પાંચનાં મૃત્યુ થયાં છે. આ બ્લાસ્ટ સ્ટેશન પાસે આવેલા એકવીરા બિલ્ડિંગના ગોડાઉનમાં સવારે સાડાઆઠ વાગ્યે થયો હતો. બ્લાસ્ટ થયો એ વખતે ગેરકાનૂની રીતે એલપીજી મોટા સિલિન્ડરમાંથી નાના સિલિન્ડરમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો હતો. આ ઘટનામાં ગોડાઉનના માલિક દિલીપ જૈનનું પણ મૃત્યુ થયું હતું.

વિરારમાં દિલીપ રિક્ષા-ડ્રાઇવરોને ગેરકાયદે રીતે એલપીજી સપ્લાય કરતો હતો. સ્થાનિક રહેવાસીઓએ કહ્યું હતું કે ‘એલપીજી ટ્રાન્સફર કરવાનું કામ આ ગોડાઉનમાં ઘણાં વષોર્થી ચાલી રહ્યું હતું. ઘણા રહેવાસીઓએ આ કામ બંધ કરવાની ગોડાઉનના માલિકને વિનંતી પણ કરી હતી.

આ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા ત્રણ યુવકો ગોદામની બાજુની રેસ્ટોરાંમાં વેઇટર હતા. આ દુર્ઘટનામાં જખમી થયેલાઓને નજીકની સંજીવની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જેમાં ઘનશ્યામ ગુપ્તા સહિત ત્રણની તબિયત ગંભીર હતી અને અન્ય બે જણ ૨૦થી ૩૦ ટકા બળી ગયા હોવાથી તેમને કસ્તુરબા હૉસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા, જ્યારે ઘનશ્યામ ૬૫ ટકા બળી ગયો હોવાથી તેને કેઈએમ હૉસ્પિટલમાં મોકલાવવામાં આવ્યો હતો.

એલપીજી = લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ

કેઈએમ = કિંગ એડવર્ડ મેમોરિયલ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK