આત્મહત્યા કરી લઈશ એવી ધમકી આપીને વારંવાર બળાત્કાર

Published: 25th November, 2014 05:03 IST

લગ્ન કરવાનું વચન ન પાળ્યા પછી ગર્લફ્રેન્ડે સંબંધ તોડી નાખ્યો તો યુવકે તેને ભોગવવા વાપર્યો ગજબ રસ્તો


પોતાના હાથની નસ કાપીને, આત્મહત્યાની ધમકી આપીને પાડોશી યુવતીને બ્લૅકમેઇલ કરી તેના પર વારંવાર બળાત્કાર કરવા બદલ પવઈ પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. આરોપી યુવકે વારંવાર બળાત્કાર કરતાં યુવતી ગર્ભવતી બની હતી અને આરોપીએ તેને ગર્ભપાત કરાવવાની ફરજ પાડી હતી.

પોલીસે જણાવ્યા મુજબ વિક્રમ વાલોન્ડે પવઈમાં રહે છે અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. યુવતી પણ એ જ વિસ્તારની રહેવાસી છે અને તે પણ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. વિક્રમે પહેલાં યુવતીને લગ્ન કરવાનું વચન આપ્યું હતું, પણ પછી ફરી ગયો હતો. યુવતીએ તેની સાથે સંબંધ ઓછો કરી નાખતાં વિક્રમે તેને એક જગ્યાએ લઈ જઈને તેના પર બળજબરી કરી હતી જેનો યુવતીએ વિરોધ કરતાં વિક્રમે પોતાના કાંડાની નસ કાપીને યુવતીને બ્લૅકમેઇલ કરી હતી કે જો તે તેની સાથે શારીરિક સંબંધ નહીં બાંધે તો આત્મહત્યા કરશે. ત્યાર બાદ યુવતીએ નમતું જોખીને વિક્રમ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. વિક્રમે આ જ યુક્તિ વાપરીને તેના પર વારંવાર બળાત્કાર કર્યો હતો. આથી યુવતી ગર્ભવતી બની હતી. ત્યારે વિક્રમે તેને ગર્ભપાત કરાવવાની ફરજ પાડી હતી. વિક્રમનો અત્યાચાર અસહ્ય બનતાં યુવતીએ આખરે પવઈ પોલીસનો સંપર્ક કર્યો હતો.

પવઈ પોલીસ-સ્ટેશનના અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘યુવતીની ફરિયાદના આધારે અમે આરોપીની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધ્યો છે. વિક્રમને કોર્ટમાં હાજર કરતાં તેને આજ સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે. અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK