મુંબઈગરાઓ માટે એક માઠા સમાચાર છે. ૭ ડિસેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધી ચાર દિવસ તેમને તાજાં શાકભાજી કે ફ્રૂટ મળવાનાં નથી. નવી મુંબઈમાં એપીએમસી માર્કેટના કાંદા-બટાટા, શાકભાજી અને ફ્રૂટના વેપારીઓ સોમવાર સુધી તેમનો વેપાર બંધ રાખીને વેપારીઓને મળતા કમિશનની રકમમાં કાપ મૂકવાના રાજ્ય સરકારના પગલાનો વિરોધ કરવાના છે. થોડા મહિના પહેલાં રાજ્ય સરકારે એક સક્યુર્લર બહાર પાડીને જાહેરાત કરી હતી કે શાકભાજીના ભાવ કન્ટ્રોલમાં રાખવા માટે વેપારીઓને મળતા કમિશનમાં કાપ મૂકવામાં આવશે. સરકારના આ પગલાથી વેપારીઓ ગિન્નાયા છે.
વેપારીઓએ માગણી કરી છે કે સરકારે આ સક્યુર્લર રદ કરવો જોઈએ. જો આવતા અઠવાડિયા સુધી અમારી માગણી પૂરી નહીં થાય તો અમે તમામ માર્કેટો બંધ કરી દઈશું. હાલમાં શાકભાજી પર ૮ ટકા, ફ્રૂટ પર ૧૦ ટકા અને કાંદા-બટાટા પર ૬.૫ ટકા કમિશન મળે છે જે તમામ ઘટાડીને સરકાર ૬ ટકા કરવા માગે છે.
એપીએમસીના શાકભાજી વિંગના ડિરેક્ટર શંકર પિંગળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેશમાં સરળ રીતે ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ) લાવવા માટે સરકાર એપીએમસી માર્કેટો અને વેપારીઓનું અસ્તિત્વ મિટાવવા માટે આવું કરી રહી છે. એક તરફ મોંઘવારી વધી રહી છે અને ખર્ચા વધી રહ્યા છે ત્યારે સરકાર કમિશન કેવી રીતે ઘટાડી શકે? ૬ ટકામાં કોઈ પણ હાલતે વેપાર થઈ શકે એમ નથી. અમે પહેલા ૪ દિવસ બંધ પાળીને અમારી માગણી માટે સરકાર પર દબાણ લાવીશું અને જો સરકાર નહીં માને તો એપીએમસીની બધી માર્કેટો બેમુદત બંધ કરાવીશું.’
બીજી તરફ મહારાષ્ટ્ર સ્ટેટ ઍિગ્રકલ્ચર માર્કેટિંગ ર્બોડના મૅનેજિંગ ડિરેક્ટર ડૉ. કિશોર તોશનીવાલે કહ્યું હતું કે ‘રાજ્યભરની તમામ માર્કેટોમાં એકસૂત્રતા લાવવા માટે સરકારે આ નર્ણિય લીધો છે. જોકે આ સંદર્ભે અમે ગુરુવારે એપીએમસી માર્કેટના ડિરેક્ટરોને મળવાના છીએ.’
વેપારીઓને આ વાત ગળે નથી ઊતરી રહી
મુંબઈમાં વેચાતાં ટમેટાં સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાના અહેવાલ. રોજ આશરે ૪૦,૦૦૦ ટન માલ ખપી રહ્યો છે એવું તેમનું કહેવું છે
મુંબઈમાં મળતાં ટમેટાંની ક્વૉલિટી સારી ન હોવાથી ફાસ્ટ ફૂડ ચેઇન મૅક્ડોનલ્ડ્સે એમની રેસિપીમાંથી તાત્પૂરતી ટમેટાંને છુટ્ટી આપી દીધી છે અને એમાં મળતી આઇટમો ટમેટાં વિના મળી રહી હોવાના અહેવાલો છે ત્યારે નવી મુંબઈમાં આવેલી જથ્થાબંધ શાકભાજી માર્કેટના વેપારીઓ કહી રહ્યા છે કે મુંબઈમાં દરરોજ ૪૦,૦૦૦ ટનથી વધુની ખપત છે અને આ ટમેટાં ખાવાલાયક જ છે તથા એનાથી ગ્રાહકોના સ્વાસ્થ્યને કોઈ જોખમ નથી.
શું બન્યું?
એક અખબારના અહેવાલ મુજબ આ ફાસ્ટ ફૂડ ચેઇને ટમેટાંની ક્વૉલિટી ખરાબ હોવાથી એ ગ્રાહકો માટે જોખમી જણાતાં જ્યાં સુધી માર્કેટમાં સારાં ટમેટાં નહીં આવે ત્યાં સુધી એનો ઉપયોગ એક અઠવાડિયા પહેલાં જ બંધ કરી દીધો છે.
વેપારીઓને આશ્ચર્ય
આ સંદર્ભે ગઈ કાલે ‘મિડ-ડે’એ નવી મુંબઈમાં એપીએમસી માર્કેટના ડિરેક્ટર શંકર પિંગળેનો સંપર્ક કર્યો ત્યારે તેમણે આર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘આ તો ખરેખર આઘાતજનક વાત છે. મુંબઈમાં અમે રોજ ટનબંધ ટમેટાં વેચીએ છીએ અને કોઈ પણ વેપારીએ ટમેટાં ખરાબ હોવાની વાત નથી કરી. ક્યાંય માલ ખરાબ થયાની વાત પણ આવી નથી તો કેવી રીતે કહી શકાય કે મુંબઈમાં મળતાં ટમેટાં ખરાબ ક્વૉલિટીનાં છે અને આરોગ્ય માટે જોખમી છે?’
રોજ હજારો ટન ટમેટાં વેચતા વેપારી વિજય રાસકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ તો સરાસર ખોટી વાત છે. રોજ નાશિક, બારામતી, સાસવડ અને સતારા જેવાં ટમેટાંનાં ઉત્પાદકમથકોથી ૬૦થી ૭૦ ટ્રક ભરેલો માલ આવે છે જે ખરાબ નથી. આ તો પૅરિશેબલ આઇટમ છે અને જલ્ાદી બગડી જાય એવી છે છતાં અમને કોઈ વેપારી કે ગ્રાહક તરફથી ફરિયાદ નથી મળી. જો આ રીતે એક ફાસ્ટ ફૂડ ચેઇન ટમેટાંની ક્વૉલિટી સામે સવાલ ઉઠાવે તો એવું લાગે છે કે ભવિષ્યમાં ટમેટાં ફૅક્ટરીમાં તૈયાર કરવાં પડશે. હાલમાં તો ઘણો માલ મહારાષ્ટ્રમાંથી જ આવે છે. જો ડિમાન્ડ વધે તો પછી ગુજરાત, બૅન્ગલોર કે અન્ય રાજ્યમાંથી પણ માલ મગાવવામાં આïવે છે. અહીં વેચાતાં ટમેટાંની ક્વૉલિટી સ્વાસ્થ્ય માટે ખરાબ છે એવી વાત પહેલી વાર જ સાંભળી છે.’
બીજા એક વેપારી અનિલ રૉયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં પાણીની અછત હોવાથી ક્યારેક માલ ખરાબ આવે છે, પણ આ માલ ખાવાલાયક ન હોય એવું કદી બની શકે નહીં. ઓછા પાણીવાળો માલ ૪થી ૫ દિવસને બદલે ૨થી ૩ દિવસમાં ખરાબ થઈ જાય એ શક્ય છે, પણ એનો અર્થ એવો નથી કે એ આરોગ્ય સામે જોખમી છે. નવી મુંબઈમાં વેચાતાં ટમેટાં સ્વાસ્થ્ય માટે જરાય જોખમી નથી.’
આ અહેવાલ વિશે જ્યારે મૅક્ડોનલ્ડ્સનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે કોઈ પણ વ્યક્તિએ ફોન ઉપાડ્યો નહોતો. જોકે એમના ઑર્ડર લેવાના નંબર પર સંપર્ક કરવામાં આવતાં એના પરથી માત્ર એટલું જ જણાવવામાં આવ્યું કે અમારી પાસે ટમેટાંનો સ્ટૉક નથી એટલે અમે કસ્ટમરોને એ અમારી આઇટમોમાં નાખતા નથી.
ડૉક્ટર શું કહે છે?
આ સંદર્ભમાં ડૉ. યોગિતા ગોરડિયાએ પણ કહ્યું હતું કે ‘ટમેટાં આરોગ્ય માટે જોખમી હોય એવું પહેલી વાર સાંભળ્યું છે. હા, ક્યારેક ખરાબ જમીનમાં ઊગેલાં કે રસ્તામાં લાવતી વખતે ખરાબ થયેલાં ટમેટાં બગડી જાય છે અથવા એની સ્મેલ અલગ આવતી હોય છે ત્યારે ગૃહિણીઓ આવાં ટમેટાં ફેંકી દે છે. કોઈ પણ શાક ટમેટાં વિના બનતું નથી ત્યારે કુદરતી રીતે પાકતાં ટમેટાં કેવી રીતે આરોગ્ય માટે જોખમી હોઈ શકે?’
એપીએમસી = ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી
Share Market: Sensex 746 અંક તૂટ્યું, નિફ્ટી પણ ગબડ્યું, જાણો શું છે કારણ
22nd January, 2021 15:48 ISTShare Market: ઘટાડા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 49,500 ઉપર કારોબાર
22nd January, 2021 09:47 ISTShare Market: સેન્સેક્સે પાર કર્યો 50,000નો આંકડો, નિફ્ટી પણ 14,700 ઉપર
21st January, 2021 09:42 ISTShare Market: શૅર બજાર વધારા સાથે ખુલ્યું, સેન્સેક્સ 49000ને પાર
20th January, 2021 09:48 IST