Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પ્રૉપર્ટી-ટૅક્સ નહીં ભરો તો તમારા ફ્રિજ, ટીવી કે ફર્નિચરનું થશે ઑક્શન

પ્રૉપર્ટી-ટૅક્સ નહીં ભરો તો તમારા ફ્રિજ, ટીવી કે ફર્નિચરનું થશે ઑક્શન

07 February, 2021 11:59 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રૉપર્ટી-ટૅક્સ નહીં ભરો તો તમારા ફ્રિજ, ટીવી કે ફર્નિચરનું થશે ઑક્શન

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


વસઈ-વિરાર મહાનગરપાલિકા નાગરિકો પાસેથી પ્રૉપર્ટી-ટૅક્સ અને વૉટર-ટૅક્સ વસૂલ કરવા અવનવા માર્ગ શોધી કાઢે છે. અમુક વખત ઘોડા પર ફરીને જાહેરાત કરવાથી લઈને ટૅક્સ ન ભરનાર લોકોનાં નામનાં જાહેરમાં બૅનર લગાડવા જેવા અનેક માર્ગ એણે શોધી કાઢ્યા છે. જોકે આ વખતે લૉકડાઉનના કારણે પ્રશાસન દ્વારા અનેક પ્રકારની જાહેરાત કર્યા છતાં પણ લોકો ટૅક્સ ભરી રહ્યા ન હોવાથી મહાપાલિકાના ફાઇનૅન્શિયલ વર્ષ ૨૦૨૦-’૨૧માં પ્રૉપર્ટી-ટૅક્સ અને વૉટર-ટૅક્સની નહીં બરાબર આવક થઈ છે. એટલે આર્થિક પરિસ્થિતિ સામે પ્રશ્ન ઊભો થાય એ પહેલાં મહાપાલિકા કડક કાર્યવાહી કરીને ટૅક્સ વસૂલ કરવા પગલાં લઈ રહી છે. નોટિસ ફટકારવા છતાં ટૅક્સ ન ભરનાર નાગરિકોના ઘરે મહાપાલિકાના અધિકારીઓએ પહોંચીને ઘરમાંથી મૂલ્યવાન વસ્તુઓ જેમ કે ટીવી, ફ્રિજ, ફર્નિચર તથા શૉપમાંથી પણ મૂલ્યવાન સામાન જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

વસઈ-વિરાર મહાનગરપાલિકાએ ટૅક્સ વસૂલ કરવા માટે વિવિધ પ્રભાગોમાં બાઇક-રૅલીનું આયોજન સુધ્ધાં કર્યું હતું. આ ઉપરાંત રિક્ષામાં ફરીને લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને ટૅક્સ ભરવા લોકોને વિનંતી કરવામાં આવી હતી. આ વિશે માહિતી આપતાં વસઈ-વિરાર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર (ટૅક્સ) પ્રદીપ જાંભલે પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ફાઇનૅન્શિયલ વર્ષ ૨૦૨૦-૨૧માં પાલિકાની પ્રૉપર્ટી-ટૅક્સ અને વૉટર-ટૅક્સ દ્વારા ૧૬૦ કરોડ રૂપિયાની જ આવક થઈ છે. ગયા વર્ષે પાલિકાની તિજોરીમાં આ ટૅક્સના માધ્યમથી ૨૧૧ કરોડ રૂપિયાની આવક આવી હતી, જ્યારે આ વર્ષે બે મહિના બાકી હોવા છતાં આ ટાર્ગેટ સુધી મહાપાલિકા પહોંચી શકી નથી. પાલિકાએ ૪૫૦ એવા લોકોનું લિસ્ટ તૈયાર કર્યું છે જેમના ઘર કે ઑફિસ અથવા શૉપમાંથી મૂલ્યવાન વસ્તુઓ જપ્ત કરાઈ રહી છે. મૂલ્યવાન વસ્તુઓ જપ્ત કર્યા પછી પણ ટૅક્સની રકમ વસૂલાશે નહીં તો તેમની પ્રૉપર્ટી જપ્ત કરીને ઑક્શન કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2021 11:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK