વડોદરા : બોગસ માર્કશીટ અને ડિગ્રી સર્ટીનું કોભાંડ ઝડપાયું, 2 હજારમાં વેચાતી હતી માર્કશીટ

વડોદરા | Mar 15, 2019, 10:57 IST

ગોત્રી પોલીસે બાતમીના આધારે જેતલપુરમાં લલીતા ટાવરમાં એન.કે. ગ્રુપ નામની સંસ્થાની ઓફિસમાં દરોડા પાડીને સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું છે.

વડોદરા : બોગસ માર્કશીટ અને ડિગ્રી સર્ટીનું કોભાંડ ઝડપાયું, 2 હજારમાં વેચાતી હતી માર્કશીટ
માર્કશીટ અને સર્ટીફિકેટનું કૌભાંડ ઝડપાયું

ગુરૂવારે વડોદરામાં પોલીસે બોગસ માર્કશીટ છાપવાના કોંભાંડનો પર્દાફાર્સ કર્યો છે. વડોદરાની ગોત્રી પોલીસની તપાસમાં સામે આવ્યું કે આ આરોપીઓ ગુજરાત સહીત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ સહીત અલગ અલગ 7 રાજ્યોની ઓપન યુનિવર્સિટીની બોગસ ડિગ્રી અને માર્કશીટ છાપવાનું કોંભાંડ ચાલતું હતું. ગોત્રી પોલીસે બાતમીના આધારે જેતલપુરમાં લલીતા ટાવરમાં એન.કે. ગ્રુપ નામની સંસ્થાની ઓફિસમાં દરોડા પાડીને સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું છે. સાથે જ સ્થળ પરથી પકડાયેલી વ્યક્તિની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

બોગસ ડિગ્રી છાપવાની પોલીસને મળી બાતમી

Duplicate marksheet scam Accuse

જેતલપુર લલીતા ટાવરમાં એન કે ગ્રુપ નામ સંસ્થાની ઓફિસના માલિક પ્રિન્સ પાઠક બોગસ ડિગ્રી અને માર્કશીટનો ગોરખ ધંધો થઇ રહ્યા છે તેવી બાતમી વડોદરાની ગોત્રી પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે આ ઓફિસમાં દરોડા પાડી ધોરણ 10 અને 12ની 47 નંગ બ્લેન્ક માર્કશીટ જપ્ત કરી છે અને સાથે જ વિવિધ 7 રાજયની ઓપન યુનિવર્સીટીના 35 જેટલા બોગસ ડિગ્રી સર્ટિફિકેટ પણ જપ્ત કર્યા છે. આ ઉપરાંત, પોલીસે ઓફિસમાંથી લેપટોપ, પ્રિન્ટર, બોગસ માર્કશીટ કે ડિગ્રી બનાવવા માટેના સાધનો, સ્ટેમ્પ પેપર, કોરી માર્કશીટ અને ડિગ્રીઓ પણ જપ્ત કરી છે. કૌભાંડના મુખ્ય આરોપી પ્રિન્સ પાઠકની ધરપકડ કરી અન્ય કેટલા લોકો તેમાં સંડોવાયેલા છે તેના માટે વધુ તપાસ હાથ ધરી છે.

2થી 5 હજારમાં બોગસ માર્કશીટ વેચાતી હતી

Duplicate marksheet scam

પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ સહિત વિવિધ 7 રાજયોની ઓપન યુનિવર્સીટીની બોગસ ડિગ્રી અને માર્કશીટ 50 થી પણ વધુ લોકોને માત્ર 2 થી 5 હજાર રૂપિયામાં વેચી હોવાનું બહાર આવ્યું છે. આરોપી પોતે રાજસ્થાનનો વતની છે અને છેલ્લા બે વર્ષથી બોગસ ડિગ્રી અને માર્કશીટ વેચતો હતો. મહત્વની વાત એ છે કે, લોકો આ બોગસ માર્કશીટ અને ડિગ્રીનો ઉપયોગ વિદેશમાં નોકરી મેળવવા માટે કરતા હતા.

આ પણ વાંચો : લ્યો હવે અમદાવાદમાં પણ PUB G રમવા પર પ્રતિબંધ, થશે કાયદેસરની કાર્યવાહી

વડોદરા પોલીસ ડીસીપી ઝોન-2 રાજન સુસરાએ કહ્યું કે, પોલીસે આરોપી પ્રિન્સ પાઠકના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ બોગસ ડિગ્રી કે માર્કશીટ ખરીદનારા લોકોની પણ તપાસ શરૂ કરી છે. બોગસ ડિગ્રીના વેપલામાં હજી કોણ કોણ સંડોવાયેલા છે તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK