Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > લ્યો હવે અમદાવાદમાં પણ PUB G રમવા પર પ્રતિબંધ, થશે કાયદેસરની કાર્યવાહી

લ્યો હવે અમદાવાદમાં પણ PUB G રમવા પર પ્રતિબંધ, થશે કાયદેસરની કાર્યવાહી

15 March, 2019 10:26 AM IST | અમદાવાદ

લ્યો હવે અમદાવાદમાં પણ PUB G રમવા પર પ્રતિબંધ, થશે કાયદેસરની કાર્યવાહી

અમદાવાદમાં PUB G રમત પર પ્રતિબંધ

અમદાવાદમાં PUB G રમત પર પ્રતિબંધ


છેલ્લા ઘણા સમયથી PUB G ને લઇને અનેક માતા-પિતા પોતાના છોકરાઓને લઇને ઘણી ફરીયાદો કરી રહ્યા છે. બીજી તરફ અત્યારે ગુજરાતમાં બોર્ડની પરીક્ષા પણ ચાલી રહી છે. ત્યારે બાળકોનું ભણવામાંથી ધ્યાન દુર ન જાય તે માટે સરકાર પણ સક્રિય થઇ છે અને યુનિવર્સિટી અને શહેરોમાં આ ગેમ પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. રાજકોટ, વડોદરા, અરવલ્લી સહીત અનેક શહેરો બાદ હવે અમદાવાદ શહેરમાં પણ PUB G રમત જાહેરમાં રમવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે જાન્યુઆરીમાં PUB G અને MOMO ગેમ પર પ્રતિબંધ મુક્યા બાદ ગઇકાલે અમદાવાદમાં પણ આ બંને ગેમ રમવા પર પોલીલ કમિશ્નરે મનાઇ ફરમાવવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.

શું છે જાહેરનામામાં....



જાહેરનામામાં જણાવ્યું કે જાહેર સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પબજી તથા મોમો ચેલેન્જ ગેમ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. એટલું જ નહી આ ગેમ રમતા નજરે પડશે તો તેમનો મોબાઇલ કબજે કરીને તેમની સામે કાનૂની પગલાં ભરવામાં આવશે. પોલીસને પણ આ જાહેરનામાનો કડકાઇથી અમલ કરવાના આદેશો આપવામાં આવ્યા છે.


પબજીથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર

બાળકો સહિત તમામ વયના લોકોને ઘેલું લગાડનાર પબજી અને મોમો ચેલેન્જ ગેમના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છ. એટલું જ નહી આ ગેમના કારણે બાળકો અને યુવાનોમાં હિંસકવૃત્તિનું પ્રમાણ વધી રહ્યુ છે જેને ધ્યાનમાં રાખીને આ ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.


PUB G નશાની જેમ લોકોમાં વળગણ થઇ રહ્યું છે

પબજી અને મોમો ચેલેન્જ ગેમમાં પ્લેયર્સ અનનોન બેટલ ગ્રાઉન્ડ ગેમ લોકોમાં ઘણી લોકપ્રિય છે. આ ગેમ અમદાવાદ સહિત ગુજરાતમાં તમામ વયના લોકોન ઘેલું લગાડયું છે. ઘણા લોકોને તો તેનું નાશાની જેમ વળગણ થઇ ગયું છે. આ પબજી ગેમ રમવા માટે કામ, ધંધો, નોકરી, ખાવા-પીવાનું ભૂલીને તેને સમુહમાં રમતા નજરે પડે છે.

આ ગેમ રમવા બાળકો એટલા બધા મશગુલ થઇ જતા હોય છે કે રાત દિવસનું ભાન પણ રહેતું નથી અને મોડી રાત સુધી જાગતા હોય છે. ગેમથી પ્રભાવિત થઇને જાન લેવા સાબિત થયાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે વિદેશમાં બેઠેલા પોતાના મિત્ર સાથે પણ આ ગેમ રમી શકાતી હોવાથી વિદ્યાર્થીઓના ભણતર પણ અસર થઇ રહી છે.

પબજી ગેમએ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને પણ ઘેલું લગાડયું છે. પરિણામે સંખ્યાબંધ વિદ્યાર્થીઓ મોબાઇલ ફોનમાં પબજી રમતા નજરે પડે છે. આ ગેમના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થતી હોવાથી તેની સામે કાયદો અને વ્યવસ્થા પણ સમસ્યારૃપ સાબિત થઇ રહી છે. આ બધા કારણોને ધ્યાનમાં રાખીને રાજકોટ બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘે આજે જાહેરનામું બહાર પાડીને આ પબજી થતા મોમો ચેલેન્જ ગેમ રમવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

15 March, 2019 10:26 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK