વડોદરા : વિદ્યાર્થિનીના નગ્ન હાલતમાં ફોટો પાડી બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું

વડોદરા | Jun 09, 2019, 13:23 IST

સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરામાં ધોરણ 12ની વિદ્યાર્થિનીને બ્લેકમેઈલ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરામાં ધોરણ 12ની વિદ્યાર્થિનીને બ્લેકમેઈલ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. મળતી માહિતી પ્રમાણે ભોગ બનનાર વિદ્યાર્થિની વડોદરા શહેરના ગોત્રી રોડ પર આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. અને તેની શાલામાં અભ્યાસ કરતા સાથી વિદ્યાર્થીએ જ તેના બીભત્સ ફોટા પાડી લીધા. બાદમાં ફોટા વાઈરલ કરવાની ધમકી આપી પહેલા યુવતી પાસેથી પૈસા પડાવ્યા અને બાદમાં યુવતી પર દુષ્કર્મ આચર્યું.

એક વર્ષથી કરતા હતા બ્લેકમેઈલ

પ્રાથમિક તપાસમાં સામે આવેલી માહિતી પ્રમાણે ઘટના એક વર્ષ પહેલા શરૂ થઈ હતી. ધોરણ 12માં અભ્યાસ કરનાર વિદ્યાર્થિનીને તેની જ શાળામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી એક વર્ષ પહેલા અકોટા બ્રિજ નજીક લઈ ગયો હતો. આ જ વિસ્તારમાં આરોપી વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીના બીભત્સ હાલતમાં ફોટા પાડી લીધા. બાદમાં ફોટો વાઈરલ કરવાની ધમકી આપીને વિદ્યાર્થિની પાસેથી 30 હજારની રકમ પડાવી હતી.

વાઈરલ કર્યા ફોટોઝ

આરોપી વિદ્યાર્થીએ આ ફોટોઝ તેના મિત્રને પણ આપ્યા. અને આ વિદ્યાર્થીએ પણ ભોગ બનનાર વિદ્યાર્થિનીને બોલાવી બ્લેકમેઈલ કરી તેના પર દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં વિદ્યાર્થિની પાસેથી 20 હજાર રૂપિયા પણ પડાવ્યા. હેવાન વિદ્યાર્થીઓ આટેલથી ન અટક્યા. તેમણે પોતાના અન્ય મિત્રોને પણ વિદ્યાર્થિનીના ફોટા મોકલી આપ્યા અને બ્લેકમેઈલ કરી વધુ ફોટોઝ મગાવી ગ્રુપમાં વાઈરલ કરી દીધા. મળતી માહિતી પ્રમાણે એક સગીર સહિત અન્ય 4 લોકોએ આ ફોટોઝ વાઈરલ કર્યા હતા.

ઝડપાયા આરોપીઓ

ગોત્રી પોલીસે આ મામલે 2 સગીર સહિત કુલ 7 લોકો સામે ગુનો નોંધ્યો છે. અત્યાર સુધી આ ઘટનામાં 4 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. વડોદરા પોલીસે ભવન્સ પ્રજાપતિ, પ્રદીપ ચૌહાણ, નિકુંજ રોહિત સહિત અન્ય એક સગીર આરોપીને ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મહિલાઓ અસુરક્ષિત: બૂટલેગરે કરી 20 દિવસની બાળકીની નિર્મમ હત્યા

કેવી રીતે થયો ખુલાસો

વિદ્યાર્થીએ પોતાના જ ઘરમાં ચોરી કરતા આખી ઘટના સામે આવી. વિદ્યાર્થિનીના પિતા ટ્રાવેલ્સના વ્યવસાયમાં કામ કરે છે. તેઓ પિતા ધંધાના રૂપિયા ઘરમાં મૂકી રાખતા હતા. એક દિવસ તેમને ઘરમાંથી પૈસા ઓછા થતા હોવાનું લાગ્યું. બાદમાં તપાસ કરતા પુત્રી સાથે ચર્ચા કરી અને આખી ઘટનાનો ખુલાસો થયો

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK