ગુજરાતમાં મહિલાઓ અસુરક્ષિત: બૂટલેગરે કરી 20 દિવસની બાળકીની નિર્મમ હત્યા

Published: Jun 08, 2019, 08:01 IST | અમદાવાદ

અમદાવાદના મેઘાણીનગરની ઘટનાઃ બૂટલેગરો બેફામ છતાં પોલીસના આંખ આડા કાન

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

અમદાવાદમાં બૂટલેગરોનો આતંક દિવસે-દિવસે વધી રહ્યો છે. થોડા દિવસ અગાઉ બાપુનગરમાં મહિલા બૂટલેગરે ફરિયાદ કરનાર યુવકને ઘરમાં પૂરીને લાતો વડે માર માર્યો હતો, તો ગુરુવારની રાતે મેઘાણીનગરમાં એક બૂટલેગરે ૨૦ દિવસની બાળકીની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. સતીશ પટણી અને તેના સાગરીતોએ હસન જીવાભાઈની ચાલીમાંના એક ઘરમાં ઘૂસીને આતંક મચાવ્યો હતો. એ વખતે બાળકીને માથામાં ધોકો વાગતાં તેનું મોત થયું હતું.

આ પણ વાંચો : દ. ગુજરાતના વાતાવરણમાં પલટો, વલસાડ-નવસારીમાં વરસાદ

મેઘાણીનગરમાં હસન જીવાભાઈની ચાલીમાંના એક ઘરમાં ગુરુવારે રાતે કુખ્યાત બૂટલેગર સતીશ પટણી અને તેના સાગરીતાએ ચાલીમાં ધોકા અને પાઇપ વડે આતંક મચાવ્યો હતો. આ સમયે ચાલીમાં બહાર બેઠેલી મહિલાઓને તેઓએ મારવાનું શરૂ કરી દીધું હતું ત્યારે એક મહિલાના હાથમાં ૨૦ દિવસની બાળકી હતી, જેના માથા પર ધોકો વાગતાં તેનું મોત થયું હતું, તો બૂટલેગરના આ હુમલામાં ત્રણ મહિલાઓને ઈજા પહોંચતાં તેમને હૉસ્પિટલમાં ખસેડાઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK