Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > UTTARAKHAND - MANIPUR Election Result Live : BJP ઈતિહાસ રચ્યો

UTTARAKHAND - MANIPUR Election Result Live : BJP ઈતિહાસ રચ્યો

11 March, 2017 06:50 AM IST |

UTTARAKHAND - MANIPUR Election Result Live : BJP ઈતિહાસ રચ્યો

UTTARAKHAND - MANIPUR Election Result Live : BJP ઈતિહાસ રચ્યો




uttarakhand




મુંબઈ : તા, 11 માર્ચ 2017

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે.  ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં એકલાહાથે સરકાર રચશે. ઉત્તર પ્રદેશમાં એકતરફી સપાટો બોલાવ્યા બાદ ઉત્તરાખંડમાં પણ ઈતિહાસ રચ્યો છે. જ્યારે પૂર્વોત્તરના રાજ્ય મણિપુરમાં સત્તાધીન કોંગ્રેસને ભાજપ જોરદાર ટક્કર આપતી જણાય છે.

વાત કરીયે ઉત્તરાખંડની તો અહીં 70 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 57 બેઠકો પર એક તરફી વિજય મેળવ્યો છે. ભાજપ અહીં એકલા હાથે સરકાર રચશે. અહીં હાલ કોંગ્રેસની સરકાર છે અને હરીશ રાવત રાજ્યના મુખ્યમંત્રી. ભાજપે અહીં કોંગ્રેસની હાલત બગાડી નાખી છે. રાજ્યના મુખ્યમંત્રી હરિશ રાવત બે બેઠક પરથી લડ્યા હતાં જેમાંથી તેઓ એક પણ બચાવી શક્યા નથી અને બન્ને પર તેમનો કારમો પરાજય થયો છે. મતગણતરીના પ્રારંભિક તબક્કામાં તો હારી રહ્યા હોવાનું સ્પષ્ટ થતું હતું. જોકે બાદમાં તેમણે સામાન્ય બઢત બનાવી હતી.

manipur


ચૂંટણી બાદ હાથ ધરાયેલા વિવિધ એક્ઝિટ પોલમાં ભાજપને ઉત્તરાખંડમાં સ્પષ્ટ બહુમતિ મળતી દર્શાવાઈ હતી. ટુડેઝ ચાણક્ય, એક્સિસ અને એબીપીના સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમળે તેવી શક્યતા દર્શાવાઈ હતી. જ્યારે C વોટર એક્ઝિટ પોલ ભાજપ - કોંગ્રેસ વચ્ચે સત્તાનો જંગ રસપ્રદ બને તેવા તારણો દર્શાવતો હતો. ઉત્તરાખંડમાં સરકાર રચવા 36 બેઠકોની જરૂર છે. જ્યારે ભાજપ આ આંકથી ઘણી આગળ નિકળી જઈને 54 બેઠકો પર પોતાનો દબદબો બનાવી દીધો છે. જ્યારે સત્તાધિન કોંગ્રેસ માત્ર 12 બેઠકો પર આગળ ચાલી રહી છે. 4 બેઠકો પર અન્ય પક્ષોએ બઢત બનાવી છે.

પૂર્વોત્તરના રાજ્ય મણિપુરથી પણ કોંગ્રેસ માટે માઠા સમાચાર છે. જોકે અહીં કોંગ્રેસના સુપડાતો સાફ નથી થઈ રહ્યાં પણ સત્તા બનાવવા માટેનો જંગ તો લડી જ રહી છે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને અહીં જોરદાર લડત આપી રહી છે. અહીં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર છે. 60 બેઠકોની મણિપુર વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસ બંન્નેએ લગભગ સરખી બેઠકો પર બઢત જાળવી રાખી છે. અહીં કોંગ્રેસ ઘણા સમયથી સત્તા ભોગવી રહ્યાં છે. જેથી તેના માટે અહીં સત્તા ટકાવી રાખવાનો પડકાર છે. પરંતુ એક સમયે ઉત્તર ભારતીય પાર્ટી તરીકે ઓળખાતી ભાજપે પૂર્વોત્તરના રાજ્ય મણિપુરમાં પહેલીવાર પોતાની તાકાતનો પરચો બતાવ્યો છે. સામાજીક કાર્યકર અને અલગ મણિપુરની માંગને લઈને અનેક વર્ષો સુધી ઉપવાસ કરનારી ઈરોમ શર્મિલાએ પણ નોખો ચોકો રચીને ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. શર્મિલાએ થઉબલ બેઠક પરથી રાજ્યના મુખ્યમંત્રી ઓકરામ ઈબોબ સામે ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યું હતું. જોકે ઈબોબ પોતાની બેઠક જીતી લીધી છે. પરંતુ કોંગ્રેસને અહીં ભાજપ તરફથી જોરદાર ટક્કર મળી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

11 March, 2017 06:50 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK