નહીં બંધ થાય ડોનાલ્ડ ટ્રંપનું ટ્વિટર અકાઉન્ટ, સોશિયલ સાઈટે કમલા હેરિસને આપ્યો આ જવાબ

Published: Oct 17, 2019, 16:02 IST | વૉશિંગ્ટન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ બંધ નહીં થાય. ટ્વિટરે કમલા હેરિસને આ જવાબ આપ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પ

સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ બંધ કરવાની નામ પાડી દીધી છે. ટ્વિટરે કેલિફોર્નિયાના સીનેટર અને ડેમોક્રેટ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસે કહ્યું છે કે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અકાઉન્ટ સસ્પેન્ડ નહી કરે.

હેરિસના રાષ્ટ્રપતિ અભિયાનને મોકલવામાં આવેલા એક પત્રમાં, ટ્વિટરે હેરિસના અનુરોધ પર વિચાર કરવાથી ઈન્કાર કરી દીધો છે. ટ્રમ્પે યૂક્રેનના રાષ્ટ્રપતિ અને  તેમની વાતચીતને ઉજાગર કરવા અને પોતાના રાજનૈતિક વિરોધીઓ પર હુમલો કરવા માટે ટ્વિટરનો ઉપયોગ કર્યો હતો. હેરિસે ટ્રમ્પા અકાઉન્ટને નિલંબિત કરવાનો અનુરોધ કર્યો હતો.

હિંસક વ્યવહાર માટે ટ્રમ્પને જવાબદાર નથી માનતું ટ્વિટર
હેરિકના અભિયાને બુધવારે સીએનએનને જણાવ્યું કે ટ્વિટર લોકોને ધમકાવવા અને હિંસક વ્યવહાર માટે ઉકસાવવા માટે ટ્રમ્પને જવાબદાર નથી માની રહ્યું.

આ એટલું સરળ નથી.
ટ્વિટર કહ્યું કે, અમે અમારો નિર્ણય હા કે નામાં લેવામાં સક્ષમ છે. પરંતુ આ એટલું સરળ નથી. અમે તમારા પત્રમાં તમારા દ્વારા ઉલ્લેખ કરવામાં આવેલા ટ્વીટ્સની સમીક્ષા કરી, અને તે અપમાનજનક વ્યવહાર, ઉત્પીડન કે હિંસાને લઈને અમારી નીતિઓનું ઉલ્લંઘન નથી કરતા.

દબાણ બાદ પણ સખત કાર્રવાઈ નહીં
ટ્રમ્પે પોતાના રાજનૈતિક વિરોધીઓ પર હુમલો કરવા માટે વારંવાર ટ્વિટરનો ઉપયોગ કર્યો છે. વિવાદાસ્પદ ટ્વીટ પોસ્ટ કરવા માટે ટ્રમ્પની સામે કાર્રવાઈ કરવા માટે ટ્વિટરને દબાણનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ માઈક્રો-બ્લૉગિંગ પ્લેટફૉર્મને અત્યાર સુધી કોઈ કાર્રવાઈ નથી કરી.

આ પણ જુઓઃ ઉફ્ફ તેરી યે અદા..ટ્રેડિશનલ વેરમાં મન મોહી લેશે ઈશા કંસારા....

વિશ્વના નેતા નીતિઓથી ઉપર નહીં
ટ્વિટરે મંગળવારે કહ્યું હતું કે વિશ્વના નેતા તેમની નીતિઓથી ઊપર નથી. તેમણે આ નેતાઓના ખતરનાક ટ્વીટ્સ રોકવાની વાત કરી હતી. પરંતુ તેણે એ સ્પષ્ટ નથી કર્યું કે શું તેઓ ટ્રમ્પ જેવા વિશ્વના નેતા જે નિયમો તોડે છે તેની સામે શું પગલા લેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK