Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કેબલ ઑપરેટર પાસે પાંચ લાખની ખંડણી માગનારા ઉદય પાઠકની ધરપકડ

કેબલ ઑપરેટર પાસે પાંચ લાખની ખંડણી માગનારા ઉદય પાઠકની ધરપકડ

14 February, 2020 01:43 PM IST | Mumbai Desk
Samiullah Khan

કેબલ ઑપરેટર પાસે પાંચ લાખની ખંડણી માગનારા ઉદય પાઠકની ધરપકડ

કેબલ ઑપરેટર પાસે પાંચ લાખની ખંડણી માગનારા ઉદય પાઠકની ધરપકડ


કેબલ ઑપરેટર પાસે પાંચ લાખ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં કુખ્યાત અપરાધી ઉદય પાઠકની કુરાર પોલીસ સ્ટેશને ધરપકડ કરી હતી. કેબલ ઑપરેટરને ધમકીનો સંદેશો મોકલવા માટે ઉદય પાઠકે જેના મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યો હતો એ વડાલાના રહેવાસી ૨૪ વર્ષના મોહમ્મદ અયુબની પણ પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે લગભગ બે વર્ષ પહેલાં અયુબ હત્યાના પ્રયાસના કેસમાં આર્થર રોડ જેલમાં હતો ત્યારે ઉદય પાઠક સાથે તેની ઓળખાણ થઈ હતી. મુંબઈ સેશન્સ કોર્ટના સમન્સના અનુસંધાનમાં અયુબ કોર્ટમાં હાજર થયો ત્યારે ઉદય પાઠક ત્યાં હાજર હતો. ઉદયે ઉક્ત કેબલ ઑપરેટરને ફોન કરીને ખંડણી માગવાનું કહેતાં અયુબે તેના મોબાઇલ ફોનમાંથી કૉલ કર્યો હતો. એ વખતે કેબલ ઑપરેટરે ફોન ડિસકનેક્ટ કરતાં વૉટ્સઍપ પર બે પાનાંનો એક્સ્ટોર્શન મેસેજ મોકલ્યો હતો. ત્યાર પછી અયુબને મેસેજ ડિલિટ કરી નાખવાનું ઉદય પાઠકે કહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2020 01:43 PM IST | Mumbai Desk | Samiullah Khan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK