રોગચાળામાં બ્રિટિશ વાઇરલ સ્ટ્રેન અથવા યુકે વેરિયન્ટ ઑફ SARS-CoV-2 તરીકે ઓળખાતા કોરોનાના તીવ્ર પ્રકારના વધુ ૨૦ દરદીઓ નોંધાતાં ભારતમાં એના કુલ દરદીઓની સંખ્યા ૫૮ પર પહોંચી છે. પુણેની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીમાં પરીક્ષણ બાદ તીવ્ર અસર ધરાવતા નવા વાઇરસના દરદીઓ કન્ફર્મ થયા હતા. તે તમામ દરદીઓને સંબંધિત રાજ્યોની હેલ્થ કૅર ફેસિલિટીઝમાં સિંગલ રૂમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તે દરદીઓના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને પણ ક્વૉરન્ટીન કરવામાં આવી છે. તેમના સહપ્રવાસીઓ, કૌટુંબિક સંપર્કો અને અન્યોનું કૉન્ટૅક્ટ ટ્રેસિંગ ચાલી રહ્યું છે.
દરેક દરદીના વધારાના નમૂનાનું જેનોમ સીક્વન્સિંગ પણ કરાઈ રહ્યું છે. આરોગ્ય ખાતાએ પરિસ્થિતિ પર નિગરાણી રાખવા ઉપરાંત સર્વેલન્સ, કન્ટેનમેન્ટ અને ટેસ્ટિંગ ઉપરાંત લૅબોરેટરીઝને સૅમ્પલ્સ ડિસ્પૅચ કરવામાં તકેદારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે.
રસીકરણના બીજા તબક્કામાં PM મોદી સહિત મુખ્ય મંત્રીઓ પણ લગાવશે કોરોના વેક્સિન
21st January, 2021 13:06 ISTદેશમાં છેલ્લા 24 કલાકમાં આવ્યા કોરોનાના 15,223 કેસ, ઘટ્યા એક્ટિવ કેસ
21st January, 2021 11:06 ISTવૅક્સિન લેવા ત્રીજા દિવસે પણ વેઇટ ઍન્ડ વૉચ
21st January, 2021 10:54 ISTપાકિસ્તાને ચીનની વૅક્સિનને આપી મંજૂરી
20th January, 2021 14:23 IST