આ દાદાએ ૯૫ વર્ષે સ્કીઇંગ કરીને બનાવ્યો રેકૉર્ડ

Published: Jun 29, 2020, 09:13 IST | Mumbai correspondent | Mumbai Desk

વિશ્વના સૌથી મોટી વયના હેલી-સ્કીઅર તરીકેનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવીને ઍડ્વાન્સમાં પોતાનો ૯૫મો જન્મદિવસ મનાવ્યો હતો.

કૅનેડાના ઑન્ટારિયોમાં રહેતા ગૉર્ડન પ્રેશિયસ
કૅનેડાના ઑન્ટારિયોમાં રહેતા ગૉર્ડન પ્રેશિયસ

કૅનેડાના ઑન્ટારિયોમાં રહેતા ગૉર્ડન પ્રેશિયસ નામના દાદાએ વિશ્વના સૌથી મોટી વયના હેલી-સ્કીઅર તરીકેનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવીને ઍડ્વાન્સમાં પોતાનો ૯૫મો જન્મદિવસ મનાવ્યો હતો.
ગૉર્ડનદાદાએ જ્યારે બ્રિટિશ કોલમ્બિયાના કેરીબો પર્વત પર હેલી-સ્કીઇંગ કર્યું ત્યારે તેમની ઉંમર ૯૪ વર્ષ અને ૩૦૬ દિવસની હતી. હેલી-સ્કીઇંગમાં પર્વતની દુર્ગમ ચોટી પર હેલિકૉપ્ટર દ્વારા પહોંચવાનું હોય છે અને પછી ત્યાંથી નીચેની તરફ સ્કીઇંગ કરીને ઊતરવાનું હોય છે. ગૉર્ડન પ્રેશિયસને તેમની માર્ગદર્શિકા હેલિકોપ્ટર દ્વારા ‘અમૃત’ સ્કી-રનની ટોચ પર લઈ ગઈ હતી અને ત્યાર બાદ પર્વત પરથી સ્કીઇંગ કરીને તેઓ નીચે આવ્યા હતા.
છેલ્લાં પાંચ વર્ષમાં હેલિકૉપ્ટર દ્વારા મારું એ પ્રથમ સાહસ હતું એમ જણાવતાં આ દાદાએ કહ્યું કે જ્યારે હેલિકૉપ્ટર શરૂ થયું ત્યારે હું વિચારતો હતો કે આ કેવી રીતે થશે, પરંતુ પછી મને મારી સાથે એક અનુભવી માર્ગદર્શિકા હોવાનું યાદ આવ્યું જે સતત મારી સાથે જ હતી. તેમના પહેલાનો ઓલ્ડેસ્ટ સ્કીઅરનો રેકૉર્ડ ૯૧ વર્ષના સાહસિકના નામે હતો, જે હવે ગૉર્ડન પ્રેશિયસના નામે આવી ગયો છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK