સ્ટૅચ્યુ ઑફ યુનિટી પ્રવાસીઓ માટે દિવાળીએ ખુલ્લું રહેશે

કેવડિયા | Oct 12, 2019, 10:45 IST

દિવાળીના તહેવારોમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી ફરવા જતા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર હાલ સામે આવી રહ્યા છે.

સ્ટૅચ્યુ ઑફ યુનિટી
સ્ટૅચ્યુ ઑફ યુનિટી

દિવાળીના તહેવારોમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી ફરવા જતા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. દિવાળી વખતે દર સોમવારે બંધ રહેતું સ્ટૅચ્યુ ઑફ યુનિટી બંધ રહે છે, પરંતુ હાલ સરકાર તરફથી મળી રહેલા અહેવાલ મુજબ દિવાળી વખતે ૨૮ ઑક્ટોબરે સોમવાર આવતો હોવા છતાં પ્રવાસીઓ માટે સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખુલ્લું રહેશે. દિવાળી પર્વની રજાઓ હોવાના કારણે પ્રવાસીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ખાલી દિવાળીના દિવસે સોમવાર આવતો હોવાથી સ્ટૅચ્યુ ઑફ યુનિટી ચાલુ છે, જ્યારે બાકીના દિવસોમાં સોમવારે રાબેતા મુજબ સ્ટૅચ્યુ ઑફ યુનિટી બંધ રહેશે.

આ પણ વાંચો : Video: મૉર્નિંગ વૉક દરમિયાન PM મોદીએ કરી સમુદ્ર તટની સફાઈ

અહીં ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે દર સોમવારે સ્ટૅચ્યુ ઑફ યુનિટી બંધ રહે છે, પણ દિવાળી પર્વની રજાઓ હોવાના કારણે ૨૮ તારીખે સોમવાર હોવા છતાં ખુલ્લું રખાશે. સ્ટૅચ્યુ ઑફ યુનિટીના સીઈઓ આઇ. કે. પટેલે સત્તાવાર રીતે એક નિવેદન આપીને પ્રવાસીઓના હિતમાં નિર્ણય કર્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK