Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કલમ 370 હટાવવાની માંગ સાથે તંઝીમ મેરાણી શાહીબાગ ખાતે કરી રહી છે ઉપવાસ

કલમ 370 હટાવવાની માંગ સાથે તંઝીમ મેરાણી શાહીબાગ ખાતે કરી રહી છે ઉપવાસ

18 February, 2019 04:08 PM IST | અમદાવાદ
દીર્ઘ મીડિયા ન્યુઝ એજન્સી

કલમ 370 હટાવવાની માંગ સાથે તંઝીમ મેરાણી શાહીબાગ ખાતે કરી રહી છે ઉપવાસ

શાહીબાગ પાસે તંઝીમ કરી રહી છે 2 દિવસથી ઉપવાસ

શાહીબાગ પાસે તંઝીમ કરી રહી છે 2 દિવસથી ઉપવાસ


બંધારણની કલમ 370 હટાવવાની માંગણી સાથે ત્રિરંગા ગર્લ તંઝીમ મેરાણી છેલ્લા 2 દિવસથી ઉપવાસ પર છે. અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા શહીદ સ્મારક પાસે આ માંગણીને લઇને તંઝીમ ઉપવાસ પર બેઠી છે. સાથે ધ્રુવ પટેલ પણ તેના સમર્થનમાં તેની સાથે ઉપવાસ પર બેઠો છે.

પુલવામાના શહીદોના સન્માનમાં કલમ 370 હટાવવા માટે 15 વર્ષની ગુજરાતની આ દીકરી શાહીબાગના શહીદ સ્મારક પાસે ઉપવાસ પર બેઠી છે. આ પહેલા પણ તે કાશ્મીરમાં ભારતનો ધ્વજ ફેલાવવાના પ્રયત્નો કરી ચૂકી છે.



શું છે કલમ 370?


આઝાદીના સમયે જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ નહોતું. આવામાં રાજ્ય પાસે બે વિકલ્પો હતા, કે કાં તો તે ભારતમાં જોડાય અથવા તો પછી પાકિસ્તાનમાં. જમ્મુ-કાશ્મીરના મોટાભાગના લોકો પાકિસ્તાનમાં જોડાવા માંગતા હતા. પરંતુ તત્કાલીન શાસક હરિસિંહનો ઝોક ભારત તરફનો હતો.

હરિસિંહે રાજ્યનો ભારતમાં વિલય કરવાનું વિચાર્યું અને વિલય કરતી વખતે ભારતીય બંધારણના અનુચ્છેદ 370 હેઠળ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપી દેવામાં આવ્યો.


શેખ અબ્દુલ્લાને તત્કાલીન ભારતીય વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જમ્મુ-કાશ્મીરના વડાપ્રધાન બનાવી દીધા હતા. 1965 સુધી જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલના સ્થાને સદર-એ-સિયાસત અને મુખ્યમંત્રીના સ્થાને વડાપ્રધાન હતા. કલમ 370ને કારણે જ જમ્મુ-કાશ્મીરનો પોતાનો જુદો ધ્વજ અને પ્રતીક ચિહ્ન પણ છે.

આ પણ વાંચો: પુલવામા હુમલા બાદ ગુજરાતમાં એલર્ટ, સીએમ કરશે સુરક્ષાની સમીક્ષા

કેન્દ્રના કાયદા લાગુ નહીં

કલમ 370 હેઠળ ભારતના બધા રાજ્યોમાં લાગુ થનારા કાયદા આ રાજ્યમાં લાગુ નથી થતા. ભારત સરકાર ફક્ત રક્ષા, વિદેશનીતિ, નાણાકીય અને કોમ્યુનિકેશન જેવી બાબતોમાં જ દખલગીરી કરી શકે છે. આ ઉપરાત સંઘ અને સમવર્તી યાદી હેઠળ આવનારા વિષયો પર કેન્દ્ર સરકાર કાયદો નથી બનાવી શકતી.

Whatsapp-channel Whatsapp-channel

18 February, 2019 04:08 PM IST | અમદાવાદ | દીર્ઘ મીડિયા ન્યુઝ એજન્સી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK