Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ: કોણ આપણી સામે કાવતરું ઘડે છે અને કોણ આપણું ભલું ઇચ્છે છે?

કૉલમ: કોણ આપણી સામે કાવતરું ઘડે છે અને કોણ આપણું ભલું ઇચ્છે છે?

07 April, 2019 01:27 PM IST |
મની-પ્લાન્ટ - મુકેશ દેઢિયા

કૉલમ: કોણ આપણી સામે કાવતરું ઘડે છે અને કોણ આપણું ભલું ઇચ્છે છે?

કૉલમ: કોણ આપણી સામે કાવતરું ઘડે છે અને કોણ આપણું ભલું ઇચ્છે છે?


The biggest suspense of life is that you don’t know who is Praying for you and who is Playing with you. હાલમાં સોશ્યલ મીડિયામાં મેં આ વાક્ય વાંચ્યું અને એ તરત જ મને સ્પર્શી ગયું. ‘કોણ તમારી સામે કાવતરાં કરી રહ્યું છે કે ચાલબાજી કરી રહ્યું છે અને કોણ તમારું ભલું ઇચ્છે છે એ ખબર ન હોવી એ જ જીવનનું સૌથી મોટું રહસ્ય છે’, એવો આ વાક્યનો અર્થ છે. આપણને આ વાક્ય વિશે પહેલેથી ખબર હોય એવું શક્ય છે, પરંતુ તેના તરફ ધ્યાન આપ્યું ન હોય એવું પણ બને. સારી રીતે હોય કે ખરાબ રીતે, સોશ્યલ મીડિયા પર આવ્યું એટલે ધ્યાન ગયું.

આપણે બીજાઓ સામે ચાલબાજી કરીએ છીએ કે તેમનું ભલું ઇચ્છીએ છીએ એ મુદ્દો અહીં મહત્વનો છે. કોઈકે લાગણીને ઠેસ પહોંચાડી હોય અને પોતે લાગણીઓ પર કાબૂ રાખી ન શક્યા હોવાને કારણે માણસે ચાલબાજી કરી કે પછી તેણે સામે ચાલીને ચાલબાજી શરૂ કરી? કંઈ પણ હોય, એ બન્ને સ્થિતિમાં હકીકત એ જ રહે છે કે એ નબળી વ્યક્તિ છે, જેણે ખોટું કામ શરૂ કર્યું હોય એ માણસ વધારે નબળો હોય છે. જો માણસ પોતાના કરતાં વધુ સમર્થ માણસ સામે લડી રહ્યો હોય તો જ એ હિંમતવાન કહેવાય અને ખરો બળવાન માણસ બીજાઓને મદદરૂપ થાય, તેમના વિકાસ અને સફળતાની કામના કરે અને કોઈના પ્રત્યે ઈષ્ર્યા રાખ્યા વગર પોતાનાથી બનતા પ્રયાસ કરે. આવો હિંમતવાન માણસ ક્યારેય નિષ્ફળતાથી ડરતો નથી, અન્યો પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ રાખતો હોય છે અને સૌથી વધુ મહત્વનું તો એ કે એ માણસ હંમેશાં પ્રસન્ન રહેતો હોય છે.



નબળો માણસ આનાથી સાવ વિપરીત હોય છે. એ ક્યારેય કોઈને સાથ આપતો નથી, એ હંમેશાં ચક્રવ્યૂહમાં ફસાયેલો હોય છે, બીજાઓની સફળતા જોઈને ઈષ્ર્યા કરતો હોય છે અને કાયમ નિષ્ફળતાથી ડરતો હોય છે અને તેથી જ કોઈ જોખમ ખેડતો નથી.


હિંમતવાન લોકો ઉંચી મહkવાકાંક્ષાઓ સેવતા હોય છે. તેમનાથી વિપરીત એવા લોકો હોય છે, જેઓ નકારાત્મક વલણ અપનાવીને લોકોનો માર્ગ અવરોધતા હોય છે. આવા નબળા લોકો તમને કનડતા હોય છે અને આગળ વધવા દેતા નથી. તેમની તુલના આપણા પોર્ટફોલિયોમાંના નકામા સ્ટૉક્સની સાથે કરી શકાય. તેમની હાજરી છતાં આપણે આગળ વધતાં રહેવાનું હોય છે.

આ વાતને રોકાણની સાથે સાંકળવા જેવી છે. આટલા વખતમાં આપણાથી અનેક ખોટા નિર્ણયો લેવાયા હોઈ શકે છે. એ બધી ભૂલો પોર્ટફોલિયોમાં દેખાતી હોય છે. એ ભૂલોને કારણે સમગ્ર પોર્ટફોલિયોના વળતરમાં ઘટ આવી જાય છે. એક રોકાણકાર તરીકે દરેકે ઇક્વિટીના ઇન્ડેક્સ કરતાં વધારે અને વધુ ન હોય તો ઇન્ડેક્સ જેટલું વળતર મેળવવું જોઈએ, છતાં જ્યાં સુધી નબળા સ્ટૉક્સ પોર્ટફોલિયોમાં હોય ત્યાં સુધી બજારથી આગળ વધવું ઘણું મુશ્કેલ હોય છે. આવા વખતે એકંદર કામગીરી સુધારવા માટે બે વિકલ્પો હોય છે. એક, નબળા સ્ટૉક્સ કાઢી નાખવા અને સારા સ્ટૉક્સ ખરીદવા. બે, જો ખોટ કરીને નબળા સ્ટૉક્સમાંથી નીકળવું ન હોય તો સારા સ્ટૉક્સમાં નવું રોકાણ કરવું. આ રીતે નબળા સ્ટૉક્સનું પ્રમાણ કુલ પોર્ટફોલિયોમાં ઘટી જાય અને એકંદર નફાકારકતા પર તેની વધુ અસર ન થાય.


આ પણ વાંચો : કૉલમ :શું આપણે કર્કશિયો દેશ બની ગયા છીએ?

રોકાણની વાત હોય કે સંબંધની, સમય જતાં સમજાઈ જાય છે કે કોણ આપણા પક્ષે છે અને કોણ વિરોધમાં છે એ એક મોટું રહસ્ય જ હોય છે.

(લેખક CA, CPA અને FRM છે)

Whatsapp-channel Whatsapp-channel

07 April, 2019 01:27 PM IST | | મની-પ્લાન્ટ - મુકેશ દેઢિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK