Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજકોટઃ મનપાના નિર્ણયના વિરોધમાં કોર્ટ સુધી જવાની ચીચોડાવાળાઓની ચીમકી

રાજકોટઃ મનપાના નિર્ણયના વિરોધમાં કોર્ટ સુધી જવાની ચીચોડાવાળાઓની ચીમકી

08 May, 2019 03:38 PM IST | રાજકોટ

રાજકોટઃ મનપાના નિર્ણયના વિરોધમાં કોર્ટ સુધી જવાની ચીચોડાવાળાઓની ચીમકી

મનપાના નિર્ણય સામે ચીચોડાવાળાઓનો વિરોધ

મનપાના નિર્ણય સામે ચીચોડાવાળાઓનો વિરોધ


શું છે સમસ્યા?
રાજકોટમાં વર્ષો મહારાષ્ટ્ર, રાજસ્થાનથી આવતા લોકો અને સાથે સ્થાનિકો રસનો ચીચોડો ચલાવે છે. તેમના માટે વર્ષના 4 મહિના જ કમાણી કરવાના હોય છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ અચાનક તેમને બંધ કરી દેવાનો નિર્ણય લેતા રોષ વ્યાપી ગયો છે. ચીચોડાવાળાની સમસ્યા વર્ણવતા નિખિલભાઈ કહે છે કે, 'દૂર-દૂરથી લોકો અહીં રોજી મેળવવા માટે આવે છે. ત્યારે મહાનગરપાલિકાએ અચાનક આ નિર્ણય લેતા તેમના પર અસર થઈ છે. મનપાને એક ચીચોડાવાળા પાસેથી મહિને 9,000ની આવક થાય છે. શહેરમાં આવા 400 થી 500 ચિચોડા છે. જેના કારણે મહાનગરપાલિકાને મોટી આવક થાય છે. પરંતુ અચાનક મહાનગરપાલિકાએ તેને બંધ કરવાનો નિર્ણય લેતા અમે મુશ્કેલીમાં છે. '

rjt chichodo mathakutતસવીર સૌજન્યઃબીપિન ટંકારિયા



કોંગ્રેસ પણ જોડાયું વિરોધમાં
મહાનગરપાલિકાના આ નિર્ણયના વિરોધમાં કોંગ્રેસ પર ચીચોડાવાળાઓની સાથે જોડાયું. કોંગ્રેસ માંગણી કરી કે કોર્પોરેશન રસના ચીચોડા ચાલુ કરે અથવા તો ચીચોડો ચલાવે છે તેમને નોકરી આપે. કોંગ્રેસના પ્રતિનધિ રણજીત મુંધવા, ઈન્દુભા રાવલ, નિખીલભાઈ શેરડીવાળા રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આ સમયે પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઘર્ષણ પણ થયું છે. કોંગ્રેસે મનપા પર બેધારી નીતિનો આરોપ લગાવ્યો છે. આ વિશે કોંગ્રેસના આગેવાન રમજીતભાઈ મુંધવા કહે છે કે, 'એક તરફ સરકાર આ ગરમીમાં લોકોને શેરડીનો રસ પીવાની સલાહ આપે છે. તો બીજી તરફ તેમની સાથે આવું વર્તન કરે છે. આટલા સમયથી આ રસના ચીચોડા અહીં ચાલી રહ્યા હતા. ત્યારે મનપાને ટ્રાફિક ન દેખાયો અને હવે તેમને ટ્રાફિકની સમસ્યા નડી અને રાતોરાત ચીચોડા બંધ કરી દીધા. આ અન્યાય છે અને અમે તેની સામેની લડતમાં ચીચોડાવાળાઓનો સાથ આપી રહ્યા છે.'


rjt chichodo mathakutતસવીર સૌજન્યઃબીપિન ટંકારિયા

આ પણ વાંચોઃ રાજકોટ: મનપાના નિર્ણય સામે ચીચોડાવાળાની સાથે કોંગ્રેસનો પણ વિરોધ


કોર્ટ સુધી જવાની તૈયારી
કોંગ્રેસ અને ચીચોડાવાળા બંનેએ આ મામલે કોર્ટ સુધી જવાની તૈયારી બતાવી છે. મનપાને બે દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો તેમની સમસ્યાનો હલ નહીં આવે તો શેરડીના રસના વેપારીઓ કોર્ટના દરવાજા ખટખટાવવાની તૈયારી કરી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2019 03:38 PM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK