ગઈ કાલે સવારે અગિયાર વાગ્યે શિવાજીની પ્રતિમાની આસપાસના વિસ્તારમાં બેથી ત્રણ ટ્રકે પ્રવેશીને ગ્રાઉન્ડની અંદર પંડાલ બનાવવા માટે જરૂરી બામ્બુ તથા પ્લૅટફૉર્મ બનાવવાની સામગ્રી ઠાલવી હતી. ત્રણ વાગ્યા સુધીમાં તો સાતથી આઠ જેટલી ટ્રકોએ સામગ્રી ઠાલવી દીધી. આ સમાચાર માતોશ્રી પર પહોંચ્યા તો શિવસેનાના સેક્રેટરી વિનાયક રાઉત જાતે સાડાત્રણ વાગ્યે ગ્રાઉન્ડ પર આવ્યા. તેમના મતે એ પોલીસની તૈયારી હતી તેમ જ તેમણે કૉન્ટ્રૅક્ટરને આ સામાન પાછો લઈ જવા માટે કહ્યું.
શિવસેનાના સિનિયર નેતાના મતે આ તૈયારીને કારણે શિવસૈનિકોમાં ખોટો સંદેશો જશે કે બાળાસાહેબ ઠાકરેની હાલત નાજુક છે. સાંજે પાંચ વાગ્યે શિવાજી પાર્કમાં સાત મોબાઇલ ટૉઇલેટ, ત્રણ વૉટર-ટૅન્કર હાજર હતાં. મેદાનની સફાઈ પણ સુધરાઈ દ્વારા કરવામાં આવી હતી.
ભારતે ભૂતાન મોકલ્યા કોરોના વેક્સિનના 1.5 લાખ ડોઝ, આ દેશોને પણ સપ્લાય કરશે
20th January, 2021 11:15 ISTઆખરે નૅશનલ પાર્કમાં જોવા મળ્યું ગોલ્ડન જેકલ
6th January, 2021 11:20 ISTનૅશનલ પાર્કને ક્રિસમસની ભેટ: આજે વધુ એક વાઘનું થશે આગમન
26th December, 2020 14:20 ISTકોરોનાનો ડેન્જરસ સ્ટ્રેન મુંબઈ લૅન્ડ થયો છે ખરો?
26th December, 2020 08:44 IST