Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સંજય રાઉતનાં પત્ની ઈડીમાં હાજર ન થયાં

સંજય રાઉતનાં પત્ની ઈડીમાં હાજર ન થયાં

30 December, 2020 09:37 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંજય રાઉતનાં પત્ની ઈડીમાં હાજર ન થયાં

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


શિવસેનાના નેતા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતનાં પત્ની વર્ષા રાઉતને ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)એ પૂછપરછ માટે હાજર થવાના સમન્સ મોકલ્યા હોવા છતાં તેઓ ગઈ કાલે ઈડી ઑફિસમાં હાજર નહોતાં થયાં. તેમણે ૫ જાન્યુઆરી સુધીનો સમય માગ્યો હોવાથી ઈડીએ તેમને બીજા સમન્સ મોકલ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

પીએમસી બૅન્કના ૪૩૦૦ કરોડ રૂપિયાના મની લૉન્ડરિંગના મામલામાં ઈડીએ વર્ષા રાઉતને ગઈ કાલે એટલે કે ૨૯ ડિસેમ્બરે ઈડીની ઑફિસમાં પૂછપરછ માટે હાજર થવાના સમન્સ મોકલ્યા હતા. જોકે વર્ષા રાઉત ઈડીની ઑફિસમાં ગયાં નહોતાં.



ઈડી પત્નીની પૂછપરછ તાત્કાલિક ન કરે એ માટે ૫ જાન્યુઆરી સુધીનો સમય તેમણે માગ્યો હોવાનું કહેવાય છે.


પીએમસી બૅન્કના કથિત કૌભાંડમાં ધરપકડ કરાયેલા એક આરોપીના બૅન્ક ખાતામાં વર્ષા રાઉતના બૅન્ક અકાઉન્ટ સાથે ટ્રાન્ઝેક્શન થયું હોવાનું જણાયા બાદ ઈડીએ તેમની આ મામલે પૂછપરછ કરવા માટે સમન્સ મોકલ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2020 09:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK