મોદી બોલ્યાઃ મંત્રીએ માફી માંગી છે,હવે કાર્યવાહી ચાલવા દો

Published: 4th December, 2014 09:04 IST

કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિના વિવાદાસ્પદ નિવેદનને લઈને છેલ્લા ઘણ દિવસથી સંસદમાં ચાલી રહેલા વિપક્ષના ભારે હંગામાં બાદ આજે પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કહ્યુ હતુ કે જે થયુ છે તે ખોટું થયુ છે.આવા વિવાદાસ્પદ નિવેદનો આપવા ન જોઈએ અને સદનમાં આવા અપશબ્દો પણ ન ઉચ્ચારવા જોઈએ.નવી દિલ્હી,તા.4 ડિસેમ્બર


તેમણે આ મુદ્દે હોબાળો કરી રહેલા વિપક્ષી સભ્યોને અપીલ કરી હતી કે તેઓ સદનની કાર્યવાહી ચાલવા દે,કારણે મંત્રીએ પહેલા જ માફી માંગી લીધી છે.તેમણે કહ્યુ કે આ બાબતે આપણે સંદેશ લેવો જોઈએ કે આપણે મર્યાદા ન તોડવી જોઈએ અને દેશ હિત માટે આગળ વધવુ જોઈએ.મોદીએ આજે કહ્યુ હતુ કે મને એ વાતની જાણ છે કે એક કેન્દ્રીય મંત્રીના નિવેદનને લઈને છેલ્લા ઘણા દિવસથી વિવાદ ચાલી રહ્યો છે.મે ભાજપા સંસદીય દળની બેઠકમાં આ નિવેદનને કઠોરતાપૂર્વક નામંજૂર કર્યુ છે.

તેમણે કહ્યુ હતુ કે આપણે દરેકે આવી કોઈપણ કઠોર ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ.પ્રધાનમંત્રીએ સાધ્વી નિરંજન જ્યોતિના ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે તે નવા મંત્રી છે અને અમે તેમની પૃષ્ઠભૂમિ જાણીએ છીએ.મોદીએ કહ્યપુ હતુ કે તેમણે આ મામલે ક્ષમા માંગી છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK