Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > 16 માળ ઊંચા ટાવર પર ચડીને પોલ ડાન્સ કર્યો આ બહેને

16 માળ ઊંચા ટાવર પર ચડીને પોલ ડાન્સ કર્યો આ બહેને

19 February, 2019 08:33 AM IST | રશિયા

16 માળ ઊંચા ટાવર પર ચડીને પોલ ડાન્સ કર્યો આ બહેને

16 માળના ટાવર પર ચડીને પોલ ડાન્સ કર્યો

16 માળના ટાવર પર ચડીને પોલ ડાન્સ કર્યો


પોલ ડાન્સિંગમાં કદાચ ઓછી થ્રિલ અનુભવાતી હોવાથી રશિયાની મારિના કોર્ઝેનેવ્સ્કાયા નામની ૨૭ વર્ષની યુવતીએ રૂંવાડાં ખડાં થઈ જાય એવું કારનામું કર્યું છે. વોરોનેઝ ટાઉનમાં બની રહેલા એક ટાવરની ટોચ પર ચડીને તેણે પોલ ડાન્સ કર્યો હતો.



૧૬ માળના આ ટાવર પર તે બહારથી કોઈ સપોર્ટ લીધા વિના ચડી હતી એટલું જ નહીં, એના પર વધારાનું એક ઊંચું સ્ટેપ બનાવીને એમાં પોલ બેસાડવામાં આવેલો. આ પોલની ફરતે તેણે મનમૂકીને ડાન્સ કર્યો હતો.


આ પણ વાંચો : 13 વર્ષ સુધી ઘૂંટીની પીડાથી પરેશાન યુવતીએ પગ જ કપાવી નાખ્યો

એક ભૂલ તેને ઊંધા માથે જમીનદોસ્ત કરી દઈ શકે એમ હતી, પણ તેણે તો આખોય સ્ટન્ટ જાણે ખૂબ એન્જૉય કરતી હોય એમ કર્યો હતો. આ સ્ટન્ટનો વિડિયો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મૂકતાં એને એક જ દિવસમાં ૨૫,૦૦૦ જેટલા વ્યુઝ મળ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2019 08:33 AM IST | રશિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK