બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ ગ્રાઉન્ડ અણ્ણાના અનશન માટે તૈયાર

Published: 22nd December, 2011 04:00 IST

ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડી રહેલા સોશ્યલ ઍક્ટિવિસ્ટ અણ્ણા હઝારે જનલોકપાલ બિલ પાસ કરવા માટેના આંદોલન માટે આઝાદ મેદાન નહીં પણ હવે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા ૩૦,૦૦૦ સ્ક્વેર મીટરના એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી) ગ્રાઉન્ડની પરમિશન લઈ લેવામાં આવી છે.


પાંચ દિવસ માટે ગ્રાઉન્ડ
એમએમઆરડીએના કમિશનર રાહુલ અસ્થાનાએ કહ્યું હતું કે ‘અમે પાંચ દિવસ માટે ગ્રાઉન્ડ એનજીઓને આપ્યું છે. પ્રોગ્રામ ૨૭થી ૨૯નો છે. એ માટે એક દિવસ પહેલાં અને છેલ્લા દિવસે પંડાલ બાંધવાનું અને પંડાલ કાઢવાનું પણ કામ હાથ ધરવામાં આવશે. એટલે પાંચ દિવસ માટે ગ્રાઉન્ડ ભાડા પર આપવામાં આવ્યું છે.’


બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા  એમએમઆરડીએ ગ્રાઉન્ડની ઑથોરિટીએ ૧૫ દિવસ માટે પરમિશન મંજૂર કરી હતી, પરંતુ સ્ક્વેર મીટરદીઠ ૬ રૂપિયા ૪૦ પૈસા એક દિવસના ૨૭ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર દરમ્યાન ચાર્જ કરવામાં આવશે. ૧ જાન્યુઆરીથી રેટ રિવાઇઝ કરવામાં આવશે એટલે ત્યાર બાદ સ્ક્વેર મીટરનો રોજનો ૮ રૂપિયા ૪૦ પૈસા ચાર્જ ભરવો પડશે. અણ્ણા હઝારે મુંબઈમાં ૨૭, ૨૮ અને ૨૯ ડિસેમ્બરે ઉપવાસ કરશે અને ૩૦ ડિસેમ્બરથી ત્રણ દિવસ માટે જેલભરો આંદોલન કરવામાં આવશે.


એક દિવસના પોણા ચાર લાખ રૂપિયા
એમએમઆરડીએ તરફથી પરમિશન તો મળી ગઈ છે. ૩ દિવસ માટે ગ્રાઉન્ડનું ભાડું દસ લાખ ૨૬ હજાર રૂપિયા છે અને સર્વિસ ટૅક્સ મળીને ૧૧ લાખ ૩૧ હજાર રૂપિયા થાય છે. એ માટે ૭ લાખ ૬૯ હજાર રૂપિયા ડિપોઝિટ ભરવામાં આવી છે. આનો મતલબ એ કે અણ્ણાની ટીમ એક દિવસના ૩ લાખ ૭૭ હજાર રૂપિયા ખર્ચશે. એમએમઆરડીએ પૉલિસી હેઠળ કોઈ કન્સેશન મYયું નથી.હવે એનજીઓએ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ પોલીસની, ફાયરબ્રિગેડની અને સુધરાઈની પરમિશન લેવાની બાકી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK