Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > બ્રુનેઇના અબજોપતિ સુલતાને પોતાના કર્મચારી સાથે કર્યા દીકરીના નિકાહ

બ્રુનેઇના અબજોપતિ સુલતાને પોતાના કર્મચારી સાથે કર્યા દીકરીના નિકાહ

22 September, 2012 06:45 AM IST |

બ્રુનેઇના અબજોપતિ સુલતાને પોતાના કર્મચારી સાથે કર્યા દીકરીના નિકાહ

બ્રુનેઇના અબજોપતિ સુલતાને પોતાના કર્મચારી સાથે કર્યા દીકરીના નિકાહ




વિશ્વની સૌથી ધનિક વ્યક્તિઓમાં જેની ગણના થાય છે એ બ્રુનેઇના સુલતાન હસનલ બોલ્કિયાની દીકરીનાં ગુરુવારે લગ્ન થયાં હતાં. આ લગ્નમાં સુલતાનના ૧૭૦૦ રૂમના મહેલને પણ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો હતો. સુલતાન અને તેમની બેગમ સાલેહાનું પાંચમું સંતાન ૩૨ વર્ષની રાજકુમારી હજાહ હાફિજાના નિકાહ પેગીરન હાજી મોહમ્મદ સાથે કરવામાં આવ્યા હતા. આ શાહી શાદીમાં સુલતાનના પરિવારના સભ્યો ઉપરાંત દેશ-વિદેશમાંથી મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા. દુલ્હો અને દુલ્હન બન્ને સુલતાનના વહીવટી તંત્રમાં એક કર્મચારી તરીકે કામ કરે છે. દુલ્હન પોતે ફાઇનૅન્સ વિભાગની ઑફિસમાં કામ કરે છે, જ્યારે દુલ્હો વડા પ્રધાનની ઑફિસમાં એક સામાન્ય કર્મચારી છે. આ શાહી લગ્ન બાદ રવિવારે રિસેપ્શન રાખવામાં આવ્યું છે, જેમાં જપાન, જૉર્ડન, બ્રિટન અને મલેશિયાના રાજવી પરિવારના સભ્યો હાજર રહેશે.





બ્રુનેઇના સુલતાન પોતે જ દેશના વડા પ્રધાન પણ છે. બ્રુનેઇ ઑઇલ-સમૃદ્ધ દેશ છે. તેમનો પરિવાર છેલ્લાં ૬૦૦ વર્ષથી બ્રુનેઇ પર રાજ કરે છે. બ્રુનેઇના સુલતાનની કુલ સંપત્તિ ૨૦ અબજ ડૉલર જેટલી આંકવામાં આવે છે. બ્રુનેઇના સુલતાન જ નહીં, અહીના લોકો પણ અત્યંત સમૃદ્ધ માનવામાં આવે છે. બ્રુનેઇમાં લગભગ દરેક પાસે કાર છે અને અહીં પેટ્રોલનો ભાવ પણ લિટરે માત્ર ૨૨ રૂપિયા છે.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2012 06:45 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK