બ્રિટિશ ઍક્ટર રૉબર્ટ પૅટિન્સન વર્લ્ડનો સૌથી સેક્સી પુરુષ

Published: 2nd October, 2012 04:39 IST

હૉલીવુડની ‘ટ્વિલાઇટ’ સિરીઝની ફિલ્મના લીડ હીરો રૉબર્ટ પૅટિન્સનને વિશ્વના સૌથી સેક્સી પુરુષનો ખિતાબ મળ્યો છે. ‘ગ્લૅમર’ નામના મૅગેઝિનના સર્વેમાં પૅટિન્સનને સૌથી વધારે વોટ મળ્યાં હતા.

વિશ્વના ૫૦ સૌથી સેક્સી પુરુષોની ૨૦૧૨ની યાદીમાં ‘ટ્વિલાઇટ’ સિરીઝના જ અન્ય એક ઍક્ટર ટેલર લૉટનૅરને બીજું સ્થાન મળ્યું છે, જ્યારે ‘પાઇરટ્સ ઑફ ધ કૅરિબિયન’ ફિલ્મનો ઍક્ટર જૉની ડેપ ત્રીજા નંબરે છે.

મે ૧૯૮૬માં લંડનમાં જન્મેલા રૉબર્ટ પૅટિન્સનને અગાઉ ‘ટાઇમ’ મૅગેઝિને વિશ્વની ૧૦૦ સૌથી વગદાર હસ્તીઓની યાદીમાં પણ સ્થાન આપ્યું હતું તો ‘ફૉબ્ર્સ’ મૅગેઝિને પણ તેને વિશ્વની સૌથી પાવરફુલ સેલિબ્રિટીઓની યાદીમાં સમાવ્યો હતો. યાદીમાં ચોથા ક્રમે બ્રિટિશ ફૂટબૉલ-સ્ટાર ડેવિડ બેકહૅમ અને પાંચમા ક્રમે ‘હાઈ સ્કૂલ મ્યુઝિકલ’ ફિલ્મનો ઍક્ટર ઝૅક એફ્રોન છે. વિશ્વના સૌથી સેક્સી પુરુષોના સર્વેમાં ૪૦,૦૦૦થી વધારે લોકોએ વોટ આપ્યો હતો. આ યાદીમાં હૉલીવુડનો ઍક્ટર જ્યૉર્જ ક્લુની, સિંગર જસ્ટિન બીબર, હૉલીવુડનો ઍક્ટર ગેરાર્ડ બટલર તથા બ્રિટનના પ્રિન્સ હૅરી ટૉપ ૧૦માં સામેલ છે. આ યાદીમાં હૉલીવુડનો ઍક્ટર હ્યુ જૅકમૅન ૫૦મા ક્રમે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK