૧૮૦ સેકન્ડમાં લાખોની લૂંટ: ૨૪ કલાકમાં પકડાયા આરોપી

Published: 1st November, 2012 06:44 IST

ગિરગામમાં ચાકુની અણીએ લૂંટ ચલાવનારા ત્રણને નાગપાડામાંથી પકડવામાં મળી સફળતાગિરગામમાં શનિવારે સાંજે ઍક્ટિવા પર ૧૦ લાખ રૂપિયા લઈ જતા ૨૨ વર્ષના વૈભવ બોથરા અને જિતેન્દ્ર બોથરા પર ત્રણ યુવકોએ ફાયરિંગ કરી ફક્ત ૧૮૦ સેકન્ડમાં ૧૦ લાખ રૂપિયાની લૂંટ નાસી ગયા હતા. વીપી રોડ પોલીસે ૨૪ કલાકમાં નાગપાડા વિસ્તારમાં રહેતા ૨૨ વર્ષના ઓમપ્રકાશ બિશ્નોઈ અને રાજસ્થાનના બડનોર વિસ્તારના ૨૨ વર્ષના ભજનલાલ બિરાદરામ બિશ્નોઈ અને ૨૧ વર્ષના ભજનલાલ આશ્રુરામ બિશ્નોઈની ધરપકડ કરી હતી. કોર્ટમાં રજૂ કરી આરોપીઓને પોલીસ-કસ્ટડી આપવામાં આવી હતી. બહાદુરીનું કામ કરવા માટે બે સબ-કૉન્સ્ટેબલને ૨૦૦૦ રૂપિયા અને એક કૉન્સ્ટેબલને ૧૦૦૦ રૂપિયા ઇનામ આપવાનું પોલીસ-ડિપાર્ટમેન્ટે નક્કી કર્યું હતું.

પોલીસે કહ્યું હતું કે ‘શનિવારે સાંજે ૭ વાગ્યે સીપી ટૅન્ક રોડ પર આવેલી ચૅમ્પિયન સ્ટીલના કર્મચારી વૈભવ અને જિતેન્દ્ર ઍક્ટિવા મોટરસાઇકલ પર ૧૦ લાખ રૂપિયા બૅગમાં ભરી ગિરગામમાં એક ટ્રેડરને આપવા જઈ રહ્યા હતા. ૧૫ મિનિટ બાદ ગિરગાંવ પાસેના એક સિગ્નલ પાસે તેઓ પહોંચ્યા ત્યારે આરોપીમાં ભજનલાલ, ઓમપ્રકાશ અને ભજનલાલે તેમને ઘેરી લીધા હતા. આરોપીઓએ ચાકુની ધાકે તેમને ધમકાવી રૂપિયાથી ભરેલી બૅગ ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો એ વખતે એક આરોપીએ આ વેપારીઓ પર પિસ્તોલ વડે ફાયરિંગ પણ કરી હતી. સદ્નસીબે આ ગોળી કોઈને પણ વાગી નહોતી. દરમ્યાન એક આરોપીએ જિતેન્દ્ર બોથરાના આંખમાં મરચાંનો ભુક્કો નાખી તેની પાસેથી બૅગ છીનવી લીધી હતી અને ત્યાંથી નાસી ગયા હતા. લૂંટ થયા હોવાના થોડા સમય બાદ રસ્તા પર પેટ્રોલિંગ કરતા કૉન્સ્ટેબલે આરોપી ઓમપ્રકાશને બૅગ સાથે ભાગતા જોયો હતો એથી પૂછપરછ માટે તેને રોકતાં તેની પાસેથી મરચાંની ભુક્કી મળી આવતાં તેણે કહ્યું હતું કે ‘હું નજીકની સ્ટીલ શૉપમાં કામ કરું છું.’ તાબામાં લેતાં તેણે લૂંટની ઘટના પોલીસ સમક્ષ કબૂલ કરી હતી અને પોલીસે અન્ય બે આરોપીઓને છટકું ગોઠવી મુંબઈમાં તેઓ આવ્યા ત્યારે તેમની ધરપકડ કરી હતી.’

સીપી : કાવસજી પટેલ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK