Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજકોટ : રૈયા સ્માર્ટ સીટી વિસ્તારમાં બનાવશે 1100 જેટલા એસી મકાનો

રાજકોટ : રૈયા સ્માર્ટ સીટી વિસ્તારમાં બનાવશે 1100 જેટલા એસી મકાનો

14 June, 2019 05:11 PM IST | રાજકોટ

રાજકોટ : રૈયા સ્માર્ટ સીટી વિસ્તારમાં બનાવશે 1100 જેટલા એસી મકાનો

RMC

RMC


રાજકોટ મહાપાલિકામાં તાજેતરમાં મ્યુનિ.કમિશનરના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને મહત્તમ લાભ અપાવવા માટે બેન્કર્સ અને ડેવલપર્સ સાથે મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં ક્રેડિટ લિંકડ સબસિડી યોજના હેઠળ લાભાર્થીઓને વ્યાજ ઉપર સહાય આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે, આ બેઠક અંતર્ગત મ્યુનિ.કમિશનરે એવો નિર્દેશ આપ્યો હતો કે, હવે રૈયા સ્માર્ટ સિટી એરિયામાં રાજકોટ મહાનગરપાલિકા દ્રારા અવનવી ગ્લોબલ ટેકનોલોજી સાથે 1100 જેટલા નવા આવાસ બનાવવામાં આવનાર છે જેમાં ડિસ્ટિ્રકટ કૂલિંગ સીસ્ટમ હેઠળ એરકન્ડિશનની ઈન્ટિગ્રેટેડ સીસ્ટમ ડેવલપ કરવામાં આવનાર છે મતલબ કે રૈયા સ્માર્ટ સિટી એરિયામાં નિર્માણ થનારા આવાસો એરકન્ડિશન હશે ! ડિસ્ટિ્રકટ કુલિંગ સીસ્ટમ અંતર્ગત સમગ્ર રૈયા સ્માર્ટ સિટી એરિયામાં પાઈપલાઈન મારફતે એરકન્ડિશનની સુવિધા આપવામાં આવનાર છે. એ સુવિધાનો લાભ આવાસ યોજનાને પણ મળશે.


વર્ષ 2022 સુધીમાં તમામ ઘરવિહોણા લોકોને ઘર (હાઉસિંગ ફોર ઓલ) મળી રહે તેવા કેન્દ્ર સરકારના ઉમદા મિશન હેઠળ વિવિધ હાઉસિંગ સ્કીમ્સ અમલમાં છે. જે પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઋણ આધારિત વ્યાજ સહાય યોજના (ક્રેડિટ લિંકડ સબસિડી
) માં લાભાર્થીઓને મહત્તમ લાભ મળી શકે તે માટે આજે તા.1462019 નાં રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્રારા બેન્કર્સ અને ડેવલપર્સ સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાનગી અને સરકારી બેંકો ઉપરાંત રાજકોટ બિલ્ડર એસો. અને રાજકોટ બિલ્ડિંગ ડેવલપર્સ એસો.ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતાં.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ કહ્યું હતું કે
, ભારત સરકાર દ્રારા શહેરી આવાસ પર ગંભીરતાથી ભાર મુકવામાં આવી રહયો છે. લોકો હાઉસિંગ માટે શહેરોમાં સ્થળાંતરીત થઇ રહયા છે. આ બાબત નજર સમક્ષ રાખી સરકારશ્રીએ વિવિધ હાઉસિંગ યોજનાઓ અમલમાં મુકેલી છે. એવું સમજાય છે કે, ઋણ આધારિત વ્યાજ સહાય યોજના (ક્રેડિટ લિંકડ સબસિડી) વિશે વધુ ને વધુ લોકો માહિતગાર થાય એ માટે ડેવલપર્સ અને બેન્કર્સ દ્રારા આવશ્યક પગલાંઓ લેવામાં આવે તે ખુબ જ જરી છે. સરકાર તરફથી જે જે હાઉસિંગ યોજનાઓમાં લાભાર્થીઓને જે કાંઈ સબસિડી કે ગ્રાન્ટના લાભો આપવામાં આવતા હોય તેના વિશે જરીયાતમદં લોકોને બેંકો અને ડેવલપરો સામેથી જાણકારી આપે તો હાઉસિંગ ફોર ઓલમિશન ઝડપભેર તેના લયાંક સુધી પહોંચી શકશે. અલબત્ત મકાન લેવા ઇચ્છુક લાભાર્થીઓએ પણ થોડી જાગૃતિ દાખવી સંબંધિત એજન્સી, બેંક કે ડેવલપર પાસેથી માહિતી મેળવવા આગળ આવવું જોઈએ.

મ્યુનિ. કમિશનરએ વધુમાં એમ કહ્યું હતું કે, હાઉસિંગ સેકટરમાં રાજકોટને બેસ્ટ ઉદાહરણ તરીકે જોવામાં આવી રહયું છે. રાજકોટ મહાનગરપાલિકા ગૌરવપૂર્ણરીતે એમ કહી શકે છે કે, વિવિધ આવાસ યોજનાઓમાં શ્રે પરફોર્મન્સ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે રૈયા સ્માર્ટ સિટી એરીયામાં રાજકોટ મહાનગરપાલિકા અવનવી ગ્લોબલ ટેકનોલોજી સાથે 1100 જેટલા નવા આવાસ બનાવવા આગળ ધપી રહી છે. ડીસ્ટ્રીકટ કૂલિંગ સિસ્ટમ હેઠળ સમગ્ર રૈયા સ્માર્ટ સિટી એરીયામાં એરકન્ડીશનની ઇન્ટીગ્રેટેડ સિસ્ટમ ડેવલપ કરનાર છે. આગામી વર્ષેામાં ત્યાં 2,000 કરોડના જંગી ખર્ચે વિવિધ પ્રોજેકટ હાથ ધરવામાં આવનાર છે જે પૈકી 750 કરોડના અન્ડરગ્રાઉન્ડ યુટીલીટીઝનાં કામો ટૂંક સમયમાં જ શ થવા જઈ રહયા છે.

RMC

ક્રેડિટ લિંકડ સબસીડી યોજનાની સમજ

માનનીય વડાપ્રધાન દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગ, ઓછી આવક જૂથ અને મધ્યમ આવક જૂથ અનેવર્ગના લોકો માટે ક્રેડિટ લિંક સબસિડી યોજના જાહેર કરવામાં આવેલ છે. સદર યોજનામાં રાય કક્ષાએથી પણવર્ગના લોકોને પણ લાભ આપવાનું નક્કી કરવામાં આવેલ છે. યોજનામાં લાભાર્થીને નવા ઘરની ખરીદીબાંધકામ પણ લીધેલ આવાસ લોનના વ્યાજ પર સબસીડી મળવાપાત્ર થાય તેમજ અરજદાર યાં રહેતા હોય કે વસવાટ કરતા હોય તે ઘરના યુનિટના બાંધકામમાં વધારો કરવા માટે લીધેલ લોન પર થતા આવ્યા પર સબસીડી મળવાપાત્ર છે.

યોજનાનો વ્યાપવિસ્તાર:
ગુજરાત રાયની તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તાર અને તમામ શહેરી વિકાસવિસ્તાર સત્તા મંડળ વિસ્તાર માટે આ યોજના લાગુ પડશે.

લાભાર્થીની પાત્રતા:

1) કુટુંબમાં પતિપત્ની અને અપરિણીત બાળકોનો સમાવેશ થાય છે.

2) અરજદાર કે કુટુંબના કોઈ પણ સભ્ય ભારતભરમાં પોતાની માલિકીનું પાકું મકાન ધરાવતા ન હોવા જોઈએ.


3) અરજદાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના અન્ય કોઈપણ ધટકનો લાભ લીધેલ ન હોવો જોઈએ તેમજ ભારત સરકારની અન્ય કોઈ આવાસ યોજના નો પણ લાભ લીધેલ ન હોવો જોઈએ.


4) કક્ષાના લાભાર્થીઓના પુખ્ત વયના અપરણિત બાળકો અને સ્વતત્રં આવક ધરાવતા હોય તે બાળકો પણ મકાન ખરીદી માટે લીધેલ લોન ઉપર વ્યાજ સહાય મેળવવાપાત્ર થઈ શકે છે.


5) આ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગ
, ઓછી આવક જૂથ () તથા મધ્યમ આવક જૂથ માટેની કૌટુંબિક વાર્ષિક આવક, મળવા પાત્ર વ્યાજ સહાય માટે લોનની રકમ મર્યાદા અને સમયગાળો, મકાનનો કાર્પેટ વિસ્તાર નીચે મુજબ આધારિત છે.

આ પણ વાંચો : રાજકોટ : ન્યારી 1માં પહેલીવાર 25 ફુટની સપાટી સુધી પાણી ભરવામાં આવશે

વ્યાજ સહાય મેળવવા માટેની કાર્યપદ્ધતિ:

યોજનાનો લાભ મેળવવા લાભાર્થીએ અધિકૃત બેન્ક, હાઉસિંગ ફાયનાન્સ કંપની કે સહકારી બેન્કમાં જરી પુરાવા રજૂ કરવાના રહેશે અને લોન લેતી સમયે સ્પષ્ટ્ર રીતે ક્રેડિટ લિંક સબસીડી યોજનાનો લાભ લેવા ઈચ્છે છે તેમ જણાવવાનું રહેશે. આ નાણાંકીય સંસ્થાઓ તેમજ મળેલ વ્યાજ સહાયની માગણીઓની પાત્રતા ચકાસીને અને દર માસના અંતમાં મંજૂરી અર્થે નેશનલ હાઉસિંગ બેંક અથવા હત્પડકોને મોકલશે.


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2019 05:11 PM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK