Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજકોટ : ન્યારી 1માં પહેલીવાર 25 ફુટની સપાટી સુધી પાણી ભરવામાં આવશે

રાજકોટ : ન્યારી 1માં પહેલીવાર 25 ફુટની સપાટી સુધી પાણી ભરવામાં આવશે

13 June, 2019 11:11 PM IST | રાજકોટ

રાજકોટ : ન્યારી 1માં પહેલીવાર 25 ફુટની સપાટી સુધી પાણી ભરવામાં આવશે

ન્યારી 1 ડેમ, રાજકોટ

ન્યારી 1 ડેમ, રાજકોટ


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આજે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પિમ રાજકોટના મુખ્ય જળક્રોત ન્યારી1 ડેમની ઉંચાઈમાં એક મીટર (3.25 ફટ)નો વધારો કરવામાં આવ્યા બાદ ડેમની કુલ ઉંડાઈ ૨૫ ફટ થઈ છે. ગત વર્ષે ડેમની ઉંચાઈ વધાર્યાનું પ્રથમ વર્ષ હતું આથી ડેમ પૂર્ણ સપાટીએ ભરવામાં આવ્યો ન હતો પરંતુ આ ચોમાસે હવે ડેમને પૂરી ૨૫ ફટની સપાટીએ ભરવાનું આયોજન હોય ન્યારી1 ડેમના ઉપરવાસના તેમજ હેઠવાસના ગામોને સાવચેત રહેવા માટે હાલથી જ ચેતવણી આપી દેવામાં આવી છે. તાજેતરમાં જ ઉનાળા દરમિયાન ન્યારી 1 ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદા નીર ઠાલવવામાં આવ્યું હોય હાલ ડેમ 15 ફટની સપાટીએ ભરેલો છે આથી હવે ચોમાસામાં ફકત 10 ફટ પાણી આવશે તો પણ ડેમ 25 ફટની પૂર્ણ સપાટીએ ભરાઈ જશે.

ચાલુ વર્ષે જ ન્યારા 1 માં પાણીની સપાટી વધારવાનું કામ કરાશે
રાજકોટ મહાનગર પાલિકા રાજકોટ હસ્તકના ન્યારી 1 પાણી પુરવઠા યોજનાની જળાશયની સપાટી માં વધારો તથા યાંત્રિક દરવાજાઓ સાથેના નવા છલતીબધં લગત કામગીરી પૂર્ણ થયેલ હોય, ચાલુ સાલ સને 2019 માં નવી સપાટી સુધી પાણી ભરવાનું આયોજન સિંચાઈ વિભાગ દ્રારા હાથ ધરાયેલ છે. જેને ધ્યાને લઈ જળાશયની ઉપરવાસના અસરગ્રસ્ત આ આસામીઓ તેમજ જમીન તથા મિલકત ધરાવતા આસામીઓ તેમજ અગાઉ સંપાદન કરાવેલ સરકારી તેમજ ખાનગી જમીનમાં જે આસામીઓ જળાશયની નવી સપાટી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ કરેલ છે. તે સમગ્ર લાગતા વળગતા આસામીઓને આ નોટિસથી જણાવવામાં આવે છે કે આવા દબાણો દૂર કરી અને તેઓના માલમિલ્કતને ખસેડી સલામત સ્થળે લઈ જવા તાત્કાલિક અસરથી કાર્યવાહી થવા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની દ્રારા ચેતવણી આપવામાં આવેલ છે.

આ પણ જુઓ : વાયુ વાવાઝોડાની હજી પણ વર્તાઈ રહી છે અસર, ફોટોઝમાં જુઓ ભયાવહ સ્થિતિ

નીચાણવાળા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ કરનારને ખસેડવામાં આવશે
કમિશનરએ વધુમાં જણાવતા કહેલું કે, આ ઉપરાંત જાહેર રસ્તાઓ તથા સીમતળના ગાડા માર્ગ વગેરેમાં પણ ત્યાં આગળ અસર થવા પામશે, જેને ધ્યાને લઇ જાહેર જનતાને સાવચેતી રાખવા ચેતવણી આપવામાં આવે છે. નદીના નીચાણવાળા એરિયામાં પણ આગળ નદીના ભાગમાં ગેરકાયદેસર રીતે સ્થાયી તથા અસ્થાયી દબાણ કરેલ હોય અને વસવાટ કરેલ હોય તેવા આસામીઓ તાત્કાલિક અસરથી તેઓના ઢોરઢાંખર તથા માલમિલકત સાથે સલામત સ્થળે સ્થળાંતર કરે તેવી ચેતવણી આપવામાં આવે છે. જેથી દરવાજાઓમાંથી છોડનાર પાણીથી નુકસાન થવા ન પામે.


રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના વાજડી વિરડા ગામ પાસે ન્યારી નદી ઉપર ન્યારી 1 પાણી પુરવઠા યોજના દરવાજા વાળી યોજના છે. ચાલુ વર્ષે જુન 2019 થી ઓકટોબર 2019 ના ચોમાસા દરમ્યાન બંધમાં ગમે ત્યારે વરસાદ થતા પાણી આવશે
, આથી બંધના ઉપરવાસના રાજકોટ તાલુકાના ગામો રામનગર, કણકોટ, કૃષ્ણનગર તથા લોધિકા તાલુકાના ગામો વાગુદડ, જશવંતપુરની દબાણમાં આવતી જમીનમાંથી માલમિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ દબાણ વિસ્તારમાં અવરજવર નહીં કરવા તેમજ ઢોર નહીં લઈ જવા જણાવવામાં આવે છે. બંધમાં નિર્ધારિત લેવલ જાળવવા ગમે ત્યારે દરવાજા ખોલવામાં આવશે.

આ પણ વાંચો : વાયુના કારણે રાજ્યના 445 ગામમાં છવાયો અંધારપટ

નીચાણવાળા એરિયામાં નદીમાં ગમે ત્યારે પાણી આવે જેથી ડેમના હેઠવાસના રાજકોટ તાલુકાના ગામ વાજડી (વીરડા), વેજાગામ, વાજડી (ગઢ), તથા લોધિકા તાલુકાના વાજડી (વડ), હરીપર(પાળ) તથા પડધરી તાલુકાના ગામ ઈશ્વરયા, ખંભાળા, રોકડિયા, ન્યારા વગેરે ગામોના લોકોને નદી પટમાં અવરજવર નહીં કરવા તેમજ જાનમાલની સલામતી માટે સાવચેતીના તમામ પગલાં લેવા આથી મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાની દ્રારા જણાવવામાં આવેલ છે.


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2019 11:11 PM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK