ભારત બાયોટેકની કોરોના રસી કોવૅક્સિન કોરોના વાઇરસના બદલાયેલા સ્ટ્રેન્સ સામે પણ અસરકારક છે અને તેને બેકઅપ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે, તેવી સરકારે કરેલી પુષ્ટિ સામે કેટલાક હેલ્થ કૅર નિષ્ણાતોએ સોમવારે પ્રશ્નાર્થ કર્યો હતો અને સરકારના આવા દાવા સામે અને રસીની સલામતી અને અસરકારકતા જાણવા તેમણે વૈજ્ઞાનિક આધાર પૂરો પાડવાની માગણી કરી હતી.
જાણીતા વાઇરોલૉજિસ્ટ શાહીદ જમીલે જણાવ્યું હતું કે તેઓ નથી માનતા કે કોવૅક્સિન સલામત પુરવાર થશે અને ૭૦ ટકા કરતાં વધુ અસરકારકતા દર્શાવશે.
હું નિષ્ક્રિય વાઇરલ વૅક્સિન સફળતાપૂર્વક બનાવવાના ભારત બાયોટેકના ટ્રેક રેકૉર્ડ અને પ્લૅટફૉર્મના આધારે આ કહું છું, જેનો વ્યાપક ઉપયોગ થાય છે એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે તેમની ચિંતા રસીને મંજૂરી આપવા માટે અપનાવાયેલી પ્રક્રિયાના આધારે છે.
જો મંજૂરીમાં પ્રતિનિધિ વસ્તી માટે અસરકારક ડેટા અને સલામતી બન્નેની જરૂર પડતી હોય તો બીજા તબક્કાની સલામતી અને ઇમ્યુનોજિનિસિટી તે માપદંડ સંતોષતી નથી, એમ તેમણે જણાવ્યું હતું. આથી અમે ત્રીજા તબક્કાની ટ્રાયલ હાથ ધરી. તે વસ્તીની સૌથી નજીક હોય છે. તે ડેટા ક્યાં છે? રસી એ દવા નથી. તે તંદુરસ્ત લોકોને આપવામાં આવે છે. તે સારવાર નથી, નિવારણ છે. કાર્યક્ષમતા અને સલામતી, બન્ને જરૂરી છે, એમ તેમણે જણાવ્યું હતું.
દિલ્હીમાં ખેડૂતોના ઉગ્ર આંદોલન અને હિંસા પર અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક
26th January, 2021 17:51 ISTવિરોધ કરી રહેલા ખેડૂતો લાલ કિલ્લા પર પહોંચ્યા અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો
26th January, 2021 16:44 ISTકેશુભાઈ પટેલને મરણોત્તર પદ્મેભૂષણ અને મહેશ-નરેશ કનોડિયાને પદ્મભશ્રી અવૉર્ડ જાહેર
26th January, 2021 12:48 ISTસિક્કિમમાં ઘૂસણખોરીના ચીનના પ્રયાસને ભારતે નિષ્ફળ બનાવ્યો
26th January, 2021 12:42 IST