પુણેની યુવતીને ફેસબુક પરની મૈત્રી ભારે પડી ગઈ

Published: 10th November, 2014 03:27 IST

શારીરિક સંબંધો બાંધ્યા પછી ગર્ભવતી બની એટલે યુવકે લગ્ન માટે તે તૈયાર ન હોવાનું કહીને તરછોડી૨૬ વર્ષની પુણેની એક યુવતીને ફેસબુકની ફ્રેન્ડશિપ અને ત્યાર બાદ થયેલો પ્રેમ ભારે પડ્યાં હતાં. બાંદરાના રહેવાસી સત્યજિત ઉર્ફે વિકી ખરાત અને પુણેની પલ્લવી કદમ (નામ બદલ્યું છે) કેટલાક મહિના પહેલાં ફેસબુક પર એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં. બન્ને એકબીજા સાથે રાત્રે લાંબો સમય ચૅટ કરતાં હતાં. ત્યાર બાદ તેમણે પોતાના ફોન-નંબરની આપ-લે કરી હતી અને પછી બન્ને પ્રેમમાં પડ્યાં હતાં. પલ્લવી વિકીને મળવા મુંબઈ આવી હતી ત્યારે વિકી તેને બાંદરાની એક જગ્યાએ લઈ ગય્ાો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. થોડા દિવસ પછી જ્યારે પલ્લવી પુણે પાછી જઈ રહી હતી ત્યારે વિકીએ તેની સોનાની વીંટી પણ લઈ લીધી હતી. પુણે પહોંચી પલ્લવીને જાણ થઈ હતી કે તે ગર્ભવતી છે. આ બાબતની વિકીને જાણ કરતાં તે તેનાથી દૂર થવા લાગ્યો હતો અને પોતે લગ્ન માટે તૈયાર નથી એમ તેણે પલ્લવીને જણાવ્યું હતું. ત્યાર બાદ પલ્લવીએ ગર્ભપાત કરાવ્યો હતો. દરમ્યાન વિકીએ પલ્લવી સાથે વાતચીત કરવી બંધ કરી હતી. જ્યારે પલ્લવી તેને ફરી એક વાર મુંબઈ મળવા આવી ત્યારે વિકીએ તેની સાથે ગાળાગાળી અને મારપીટ કરી હતી. પલ્લવીની દરેક આશા પર પાણી ફરી વળતાં તેણે પુણેના સંઘવી પોલીસ-સ્ટેશનમાં વિકી સામે ફરિયાદ કરી હતી, જે પુણે પોલીસે બાંદરાના નિર્મલનગર પોલીસ-સ્ટેશનમાં ટ્રાન્સફર કયોર્ હતો. એક પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે વિકી સામે કેસ નોંધ્યો છે. વિકીની તેના ઘરેથી ધરપકડ કરી છે અને કોર્ટે તેને પોલીસ-કસ્ટડી આપી છે. પલ્લવીને અમે પુણેથી તપાસ માટે બોલાવીશું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK