Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતીઓની શાન છે આઇસીએસઈનાં ટૉપર્સ

ગુજરાતીઓની શાન છે આઇસીએસઈનાં ટૉપર્સ

08 May, 2019 07:13 AM IST | મુંબઈ
પ્રીતિ ખુમાણ ઠાકુર

ગુજરાતીઓની શાન છે આઇસીએસઈનાં ટૉપર્સ

જુહી, ફોરમ અને જુગલ

જુહી, ફોરમ અને જુગલ


વેકેશનમાં નો સ્ટડી અને એક જ વિષયનું ટ્યુશન - જુહી કજરિયા : ૯૯.૬૦

ICSE માધ્યમનું ગઈ કાલે દસમા ધોરણનું રિઝલ્ટ જાહેર થયું હતું અને એમાં અનેક ગુજરાતી ટૉપર્સ ઝળક્યા હતા. વિલે પાર્લેના ઇર્લામાં આવેલા કૃપાનગરમાં રહેતી કચ્છી-ભાટિયા સમાજની જુહી રૂપેશ કજરિયાએ ત્ઘ્લ્ચ્ના જાહેર થયેલા રિઝલ્ટમાં ૯૯.૬૦ ટકા સાથે મહારાષ્ટ્ર તેમ જ દેશભરમાં અવ્વલ આવીને ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું છે. જોકે વેકેશનમાં નો સ્ટડીના કન્સેપ્ટ સાથે અને ફક્ત એક જ વિષયમાં ટ્યુશન લઈને જુહીએ આવો સારો પર્ફોર્મન્સ આપ્યો છે. ICSEમાં મુંબઈમાં બીજા ક્રમાંકે ચાર સ્ટુન્ડન્ટ્સ અને ત્રીજા ક્રમાંકે નવ સ્ટુન્ડન્ટ્સ આવ્યા છે.



રિઝલ્ટ ધાર્યું એના કરતાં સારું આવ્યું એમ કહેતાં જુહુમાં જમનાબાઈ નરસી સ્કૂલમાં ભણતી જુહી કજરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી પ્રૅક્ટિસ પ્રમાણે મેં ૯૫ ટકા આવશે એવું વિચાર્યું હતું, પરંતુ ગઈ કાલે રિઝલ્ટ ધાર્યા કરતાં પણ ખૂબ સારું આવ્યું છે. હું પેપર ઉકેલવામાં પોતાનો સમય આપતી હતી અને સ્ટડી કરવાનો પણ કોઈ ચોક્કસ સમય રાખ્યો નહોતો. જ્યારે ઇચ્છા થતી ત્યારે ભણવા બેસતી હતી. રીડિંગ અને મ્યુઝિક મારી હૉબી છે અને એ હું એન્જૉય કરીને અભ્યાસ કરતી હતી. આગળ મારો એન્જિનિયરિંગ કે કૉમર્સ ફીલ્ડમાં આગળ વધવાનો વિચાર છે, પરંતુ હજી એકદમ પાકું કર્યું નથી.’


વેકેશનમાં ભણવું નહીં એ ફન્ડા મારાં મમ્મીએ મને શીખવાડ્યો અને એ મેં મારી દીકરીને શીખવાડ્યો એમ કહેતાં જુહીના પિતા રૂપેશ કજરિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારી દીકરીના પર્ફોર્મન્સથી ખૂબ ગર્વ છે, પરંતુ એ માટે પણ વધુ છે કે તેણે મારી મમ્મીએ આપેલા ફન્ડા પર કામ કર્યું હતું. મારી મમ્મીએ મને કહેલું કે વેકેશનમાં ભણવું નહીં. જે ભણવું હોય એ સ્કૂલ ચાલી રહી હોય ત્યારે ભણવું. વેકેશન રિલૅક્સ કરવા માટે અપાય છે એથી એ વખતે એનો ઉપયોગ ભણવામાં કરીને સ્ટ્રેસ લઈને અભ્યાસ કરવો નહીં. મારી દીકરીને પણ મેં એ જ શીખવાડ્યું હતું. અમે દિવાળીના વેકેશનમાં પણ બૅન્ગલોર ગયેલાં અને બધાં વેકેશનમાં મજા માણી છે. પેપર સૉલ્વ કરવા પર તેણે ખૂબ ધ્યાન આપ્યું અને ફક્ત એક જ વિષયમાં તેણે ટ્યુશન લીધું હતું. બાળકોને મન મૂકીને મોજ સાથે અભ્યાસ કરવા દેવાની છૂટ આપવી જોઈએ જેથી તેઓ સારો પર્ફોર્મન્સ આપી શકે.’

ગૂગલમાં કામ કરવા માટે એન્જિનિયર બનવું છે - ફોરમ સંજાણવાલા : ૯૯.૪૦ ટકા


વિલે પાર્લે-ઈસ્ટમાં શહાજી રાજે માર્ગ ખાતે રહેતી ફોરમ સંજાણવાલા આઇસીએસઈનાં જાહેર થયેલાં રિઝલ્ટમાં સેકન્ડ ટૉપર્સ છે. મમ્મી-પપ્પાથી લઈને દાદા-દાદી મળી ઘરના બધા સભ્યો ડૉક્ટર હોવા છતાં તેણે એન્જિનિયર બનવાનું સપનું જોયું છે. આ સપનું જોવાનું કારણ એ છે કે ફોરમને ગૂગલમાં કામ કરવાની તીવþ ઇચ્છા છે. ફોરમ પણ જુહુની જમનાબાઈ નરસી સ્કૂલની વિદ્યાર્થિની છે. ફોરમના રિઝલ્ટથી તેના પરિવારજનો ખૂબ ખુશ છે અને ફોરમ આઇઆઇટી પેસમાં છે અને તેણે એન્જિનિયરિંગ કરવા માટેની તૈયારી આરંભી દીધી છે.

ગૂગલમાં જવાનું મારું સપનું છે એમ કહેતાં ફોરમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં ૯૫ ટકા આવશે એવું વિચાર્યું હતું, પરંતુ ૯૯.૪૦ ટકા માર્ક આવતાં મને ઘણી ખુશી થઈ છે. મને મૅથ્સ ખૂબ સારું લાગે છે અને મારે આખી દુનિયામાં ફરવું છે એટલે મને એન્જિનિયર બનવું છે. ગૂગલમાં કામ કરવાનું મારું સપનું હોવાથી હું એ માટે પૂરતા પ્રયત્ન કરીશ. અભ્યાસ કરવા માટે કોઈ વિશેષ શેડ્યુલ બનાવ્યું નહોતુંï. જોકે સવારે વહેલી ઊઠીને અભ્યાસ કરી શકું એમ ન હોવાથી હું મોડી રાત સુધી વાંચતી હતી અને અમુક વખતે તો બપોરે પણ વાંચતી હતી. પેપર-પ્રૅક્ટિસ કરવાથી મને ખૂબ ફાયદો થયો હતો.’

ઘરમાં બધા ડૉક્ટર હોવા છતાં તેને એ ફીલ્ડમાં કેમ જવું નથી એવું કહેતાં ફોરમની મમ્મી ફાલ્ગુનીએ કહ્યંક હતું કે ‘અમારા ઘરમાં હું, મારો પતિ, દાદા-દાદી અમે બધાં ડૉક્ટર છીએ. ફોરમને ડૉક્ટરીમાં જરાય રસ નથી અને તેને દુનિયાભરમાં ટ્રાવેલ કરવાની હોવાથી અને ખાસ તો ગૂગલમાં રસ હોવાથી એન્જિનિયર બનવું છે. તેના સપનાને અમે પણ એટલો જ સપોર્ટ કરી રહ્યાં છીએ.’

તમે જે પણ કંઈ વાંચો એ કૉન્સન્ટ્રેશન કરીને વાંચો - જુગલ પટેલ : ૯૯.૨૦ ટકા

વિલે પાર્લે (વેસ્ટ)માં વી.પી. રોડ પર અર્પણ સોસાયટીમાં રહેતો કડવા પટેલ સમાજનો જુગલ પટેલ ૯૯.૨૦ ટકા સાથે આઇસીએસઈનાં જાહેર થયેલાં રિઝલ્ટમાં દેશભરમાં ત્રીજા સ્થાનની હરોળમાં જોડાયો છે.

હાલમાં અમેરિકામાં પરિવાર સાથે ફરવા ગયેલા જુગલે ‘મિડ-ડે’ સાથે શિકાગોથી વાતચીત કરતાં કહ્યું હતું કે ‘૯૭ ટકા આવશે એવું વિચાર્યું હતું, પરંતુ એટલા સારા ટકા આવતાં કૉન્ફિડન્સ અનુભવી રહ્યો છું. પરિવારનો સપોર્ટ અને સારું પર્ફોર્મ કરવાની ઇચ્છાએ મને એટલા ટકા મળ્યા છે. એ વાતનું ખાસ ધ્યાન રાખતો કે આખો દિવસ બુક્સ લઈને બેસવું નહીં, પણ જેટલો સમય વાંચવા આપીએ એમાં પૂરું કૉન્સન્ટ્રેશન રાખવું જ. હું આગળ સી.એ. બનવા ઇચ્છું છું. મારા પપ્પા અને દાદા પણ સી.એ. છે. મમ્મી અને દાદાએ મારી પાછળ ખૂબ મહેનત કરી છે. શેડ્યુઅલ અને નોટ્સ માટે તેઓ મદદ કરતા અને પપ્પા મૉરલ સપોર્ટ કરતા હતા. બોર્ડની પરીક્ષા હોય એટલે ભણવા પાછળ પાગલ થવું જ એક પાગલપન્તી કહી શકાય. ક્વૉલિટી અભ્યાસ કરવા પર હંમેશાં મેં ફોકસ કર્યું હતું.’

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2019 07:13 AM IST | મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK