આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યોના સીએમ સાથે વિડિયો-કૉન્ફરન્સથી બેઠક

Updated: May 11, 2020, 08:47 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

સૂત્રો પ્રમાણે આ વાતચીતમાં રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન (Nationwide Lockdown)માંથી બહાર નીકળવાની સાથે સાથે કોરોના સામે લડવાના ઉપાયોના આગામી ચરણ પર ચર્ચા થશે.

પીએમ મોદી
પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે ત્રણ વાગ્યે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફ્રેંસિંગ દ્વારા વાત કરશે. સૂત્રો પ્રમાણે આ વાતચીતમાં રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન (Nationwide Lockdown)માંથી બહાર નીકળવાની સાથે સાથે કોરોના સામે લડવાના ઉપાયોના આગામી ચરણ પર ચર્ચા થશે. છેલ્લે વડાપ્રધાને કોરોના સામેની લડાઇમાં 'જાન ભી...જહાન ભી'ની વાત કરી હતી.

પીએમ મોદી (Prime Minister Narendra Modi) ઇચ્છે છે કે કોરોના વિરુદ્ધ લડાઇમાં લોકોના જીવની સાથે સાથે અર્થવ્યવસ્થાને પણ ધીમે ધીમે શરૂ કરવામાં આવે. સૂત્રો પ્રમાણે, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં આર્થિક ગતિવિધિઓ વધારવાની સાથે જ કંટેન્મેન્ટ ઝોનમાં કોરોનાને હરાવવાના ઉપાયો પર ચર્ચા થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીઓ સાથે આ પાંચમી બેઠક હશે.

Tweet

ઉલ્લેખનીય છે કે દેશમાં 25 માર્ચના પહેલીવાર દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી જે 14 એપ્રિલના રોજ પૂરું થવાનું હતું પણ જમાતિઓની સાથે સાથે અન્ય કારણોસર કોરોનાના વધતાં કેસને જોતાં કેન્દ્ર સરકારે આ લૉકડાઉન 3 મે સુધી વધારી દીધો હતો. પછીથી આ લૉકડાઉન 17 મે સુધી લંબાવી દેવામાં આવ્યો. જો કે, લૉકડાઉનના હાલના સમયમાં આર્થિક ગતિવિધિઓને પણ ઝડપથી વધારવામાં આવી છે.

આ દરમિયાન એનડીએમએ લૉકડાઉન પછી ઉદ્યોગો ફરીથી શરૂ કરવા અને કામગારોની સાથે-સાથે સંયંત્રોની સુરક્ષા માટે ઉઠાવવામાં આવેલા પગલાને લઈને વિસ્તૃત દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. એનડીએમએએ કહ્યું કે ઔદ્યોગિક એકમોને સફળતાપૂર્વક ફરીથી શરૂ કરવા અને જોખમ ઘટાડવા માટે આ દિશાનિર્દેશોનું સંપૂર્ણ પાલન અનિવાર્ય છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસનો સૌથી પ્રભાવિત વિસ્તાર મહારાષ્ટ્ર છે. અહીં કોરોનાવાયરસના અત્યાર સુધી સૌથી વધારે 779 લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા છે. હવે અહીં મહામારીથી સંક્રમિતોની સંખ્યા20228 થઈ ગઈ છે. દેશમાં વધતાં કેસને જોતાં કેન્દ્ર સરકારે દેશમાં લૉકડાઉન 17 મે સુધી લંબાવી દીધું હતું, દો કે, આ વખતે લૉકડાઉનના નિયમોમાં કેટલીક છૂટ આપવામાં આવી છે.

નોંધનીય છે કે કોરોના વાયરસનો સૌથી પહેલો કેસ ગયા વર્ષે ચીનના વુહાન શહેરમાં આવ્યો હતો. ત્યાર બાદ આ અન્ય દેશોમાં ફેલાવાનું શરૂ થયું. હાલ ભારત સહિત અનેક મોટા રાજ્યો કોરોનાની વેક્સિન શોધવામાં લાગેલા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK