અમદાવાદ : લોકસભાની 5 બેઠકો માટે પોલીસ કર્મીઓએ કર્યું પોસ્ટલ બેલેટથી મતદાન

અમદાવાદ | Apr 12, 2019, 13:05 IST

સરકારી કર્મચારીઓ માટે કે જે લોકસભા ચુંટણી દરમ્યાન ફરજ બજાવશે તે લોકો માટે 12 એપ્રિલે શુક્રવારે પોસ્ટલ બેલેટ વોટીંગની શરૂઆત થઇ છે. જેના ભાગ રૂપે રાજકોટ બાદ અમદાવાદમાં પણ શાહીબાગમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં બેલેટ પોસ્ટરથી મતદાન કર્યું હતું.

અમદાવાદ : લોકસભાની 5 બેઠકો માટે પોલીસ કર્મીઓએ કર્યું પોસ્ટલ બેલેટથી મતદાન
પોલીસ કમિશ્નર એ.કે. સિંહે કર્યું મતદાન

લોકસભા ચુંટણીના પહેલા તબક્કાના મતદાનની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આજે એટલે 12 એપ્રિલે શુક્રવારે ગુજરાતભરમાં સરકારી કર્મચારીઓ માટે કે જે લોકસભા ચુંટણી દરમ્યાન ફરજ બજાવશે તે લોકો માટે આજે પોસ્ટલ બેલેટ વોટીંગની શરૂઆત થઇ છે. જેના ભાગ રૂપે રાજકોટ બાદ અમદાવાદમાં પણ શાહીબાગમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં બેલેટ પોસ્ટરથી મતદાન કર્યું હતું.

પોલીસ કમિશ્નર એ.કે. સિંહ સહિતના લોકોએ પણ કર્યું મતદાન
અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કર્મીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરવા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉમટ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને ખેડા લોકસભાની બેઠક માટે મતદાન શરૂ થયું છે. પોલીસ કમિશનર એ.કે સિંઘ સહિતના અનેક આઇપીએસ અધિકારીઓ પણ મતદાન કરશે.

મતદાન માટે અલગ વ્યવસ્થા
ગુજરાતમાં લોકસભા ચુંટણીને લઇને પોલીસ હેડક્વાર્ટરમાં ત્રણ લોકસભા માટે અલગ અલગ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અમદાવાદ પૂર્વ લોકસભા માટે ડોમ 1 અને ખેડા અને સુરેન્દ્રનગર માટે ડોમ નંબર 2માં મતદાન કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ લોકસભા માટે કોમ્યુનિટી હોલમાં અને ગાંધીનગર લોકસભા માટે પોલીસ વેલ્ફેર હોસ્પિટલ ડોમમાં મતદાન થઈ રહ્યું છે.

રાજકોટમાં 262 સરકારી કર્મીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
લોકસભાની ચૂંટણી 2019 દરમ્યાન ગુજરાતમાં થનાર 23 એપ્રિલના રોજ વોટીંગના દિવસે ફરજ બજાવનારા પોલીસકર્મીઓ અને અન્ય સરકારી કર્મચારીઓએ આજે મતદાન કર્યું હતું. રાજકોટ શહેરમાં આવેલી વિરાણી સ્કૂલમાં સરકારી કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું છે. મળી રહેલ માહિતી પ્રમાણે 262 કર્મચારીઓએ પોતાનો કિંમત મત આપી મતદાન કર્યું છે. સવારે 10.30 વાગ્યાથી તાલીમની સાથે ચૂંટણી કર્મીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. રાજકોટ લોકસભમાં કુલ 11 હજાર કરતા વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે. વિધાનસભા 69ના 1400 કર્મચારી પૈકી 657 જેટલા કર્મચારીઓની તાલીમ યોજવામાં આવી છે. જે પૈકીના 262 સરકારી કર્મચારીઓએ આજે પોતાના મતનો અધિકાર અદા કરી મતદાન કર્યું હતું અને પોતાની નૈતીક ફરજ બજાવી હતી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK