Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > દુનિયાના 100 પ્રભાવશાળી લોકોમાં વડાપ્રધાન અને આયુષ્માન ખુરાનાનું નામ

દુનિયાના 100 પ્રભાવશાળી લોકોમાં વડાપ્રધાન અને આયુષ્માન ખુરાનાનું નામ

23 September, 2020 01:16 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દુનિયાના 100 પ્રભાવશાળી લોકોમાં વડાપ્રધાન અને આયુષ્માન ખુરાનાનું નામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આયુષ્માન ખુરાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આયુષ્માન ખુરાના


અમેરિકાની જાણીતી પત્રિકા ટાઇમે દુનિયાના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ને સ્થાન આપ્યું છે. વડાપ્રધાન મોદીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની સાથે સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં સામેલ ભારતીયોમાં બૉલિવુડ અભિનેતા આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana), ગૂગલના સીઇઓ સુંદર પિચાઈ (Sundar Pichai), એચઆઇવી પર રિસર્ચ કરનારા રવિંદર ગુપ્તા (Ravindra Gupta) અને શાહીન બાગ ધરણામાં સામેલ બિલ્કિસ (Bilkis)નું નામ પણ સામેલ છે.

ટાઇમ મેગેઝિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે લખ્યું છે કે, લોકતંત્ર માટે સૌથી જરૂરી સ્વતંત્ર ચૂંટણી નથી. તેમાં માત્ર એવું જાણવા મળે છે કે કોને સૌથી વધુ વોટ મળ્યા છે. ભારત સાત દશકથી વધુ સમયથી દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર રહ્યું છે. ભારતની 1.3 અબજની વસ્તીમાં ખ્રિસ્તી, મુસ્લિમ, શીખ, બૌદ્ધ, જૈન અને અન્ય ધર્મના લોકો સામેલ છે.



ટાઇમ મેગેઝીને આ પહેલા પોતાના એક આર્ટિકલમાં વડાપ્રધાન મોદીના વખાણ પણ કર્યા હતા. મેગેઝિને ‘મોદી હેઝ યૂનાઇટેડ ઈન્ડિયા લાઇક નો પ્રાઇમ મિનિસ્ટર ઇન ડેકેડ્સ’ એટલે કે ‘મોદીએ ભારતને આવી રીતે એકજૂથ કર્યા છે જે દશકોમાં કોઈ વડાપ્રધાને નથી કર્યા’, શીર્ષક હેઠળ મોટો આર્ટિકલ પ્રકાશિત કર્યો હતો. આ આર્ટિકલને મનોજ લડવાએ લખ્યો છે જેઓએ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી ફોર પીએમ અભિયાન ચલાવ્યું હતું. તેમાં લખવામાં આવ્યું કે, તેમની (મીદી) સામાજિક રૂપથી પ્રગતિશીલ નીતિઓએ તમામ ભારતીયો જેમાં હિન્દુ અને ધાર્મિક લઘુમતીઓ પણ સામેલ છે, ને ગરીબીથી બહાર લાવ્યા છે. આ કોઈ પણ અગાઉની પેઢીના મુકાબલે તેજ ગતિથી થયું છે.


ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ટાઇમની આ યાદીમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ, તાઇવાનની રાષ્ટ્રપ્રમુખ ત્સાઈ ઇંગ વેન, કમલા હેરિસ, જો બાઇડન, જર્મન ચાન્સલર એન્જેલા મર્કેલ સહિત દુનિયાભરના અનેક નેતા સામેલ છે.

ભારતની વાત કરીએ તો ભારતમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત બૉલિવુડ અભિનેતા આયુષ્માન ખુરાન, ગૂગલના સીઇઓ સુંદર પિચાઈ, એચઆઇવી પર રિસર્ચ કરનારા રવિંદર ગુપ્તા અને શાહીન બાગ ધરણામાં સામેલ બિલ્કિસનું નામ સામેલ છે.


આયુષ્માન ખુરાના આ વર્ષની યાદીમાં સામેલ થનારો એકમાત્ર ભારતીય એક્ટર છે. તેણે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આ ગૌરવને પ્રાપ્ત કરવાની જાણકારી આપી. અભિનેતાએ લખ્યું કે, ટાઇમ મેગેઝિન દ્વારા જાહેર થયેલા વિશ્વના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ થઈને ગૌરવની અનુભૂતિ થઈ રહી છે. આયુષ્માનના પ્રશંસકો આ સન્માનથી ખૂબ ખુશ છે અને તેને અભિનંદન પાઠવી રહ્યા છે.

નોંધનીય છે કે, આયુષ્માન ખુરાનાની ગણતરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ટેલેન્ટેડ એક્ટર્સમાં થાય છે. તેણે વર્ષ 2012માં ફિલ્મ 'વિક્કી ડૉનર'થી પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદથી તે સતત હિટ ફિલ્મો આપી રહ્યો છે. 2019માં આયુષ્માની ત્રણ ફિલ્મો આવી, 'આર્ટિકલ 15', 'બાલા', 'ડ્રીમ ગર્લ'. ત્રણેય ફિલ્મોના વખાણ થયા. આ પહેલા તેની ફિલ્મ અંધાધૂન અને 'બધાઈ હો' આવી હતી. 'અંધાધૂન' માટે આયુષ્માનને નેશનલ એવોર્ડ મળ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

23 September, 2020 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK