Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સુરતમાં અનોખી કંકોત્રી છપાવનાર યુગલને PMએ પત્ર લખી બિરદાવ્યું

સુરતમાં અનોખી કંકોત્રી છપાવનાર યુગલને PMએ પત્ર લખી બિરદાવ્યું

21 January, 2019 08:24 PM IST |
Dirgha media news agency

સુરતમાં અનોખી કંકોત્રી છપાવનાર યુગલને PMએ પત્ર લખી બિરદાવ્યું

સુરતમાં અનોખી કંકોત્રી છપાવનાર યુગલને PMએ પત્ર લખી બિરદાવ્યું

સુરતમાં અનોખી કંકોત્રી છપાવનાર યુગલને PMએ પત્ર લખી બિરદાવ્યું


અનોખી કંકોત્રી છપાવીને ચર્ચામાં આવેલા સુરતના યુગલની વડાપ્રધાન મોદીએ પણ પ્રશંસા કરી છે. સાક્ષી અને યુવરાજના 22 જાન્યુઆરીએ લગ્ન છે. તેમણે પોતાના લગ્નની કંકોત્રીમાં મહેમાનોને આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને મત આપવાની અપીલ કરી. સાથે જ કંકોત્રીમાં એવી પણ અપીલ કરી હતી કે તેમના લગ્નમાં ઉપહાર આપવાના બદલે નમો એપથી ભાજપને ફંડ આપવું. સાથે જે તેમણે રાફેલ ડીલના તથ્યો પણ કંકોત્રીમાં છપાવ્યા હતા.

surat unique wedding card on rafeleસુરતના યુગલે છપાવી અનોખી કંકોત્રી



યુવરાજ અને સાક્ષીની આ કંકોત્રીના વખાણ ખુદ વડાપ્રધાને કર્યા છે. વડાપ્રધાને પત્ર લખીને બંનેને લગ્નની શુભકામનાઓ પાઠવી છે સાથે એમ પણ કહ્યું કે આવા પ્રયાસોના કારણે તેમને દેશ માટે વધુ કામ કરવાની શક્તિ મળે છે.


pm modis letter to surats coupleપ્રધાનમંત્રીએ યુવરાજ-સાક્ષીને પાઠવી શુભકામનાઓ

સોશિયલ મીડિયામાં રાફેલ કાર્ડ તરીકે વાયરલ થયેલી આ કંકોત્રીને ધ ગુજરાત બુક્સ ઑફ રેકોર્ડ્સમાં ઈન્ડિયાઝ મોસ્ટ વાઈરલ વેડિંગ કાર્ડ ગણાવવામાં આવી રહી છે. આ કાર્ડ બનાવનાર યુવરાજ પોખરાણા વ્યવસાયે એન્જિનિયર છે. સાથે તેઓ IITના કોચિંગ ક્લાસ પણ ચલાવે છે. યુવરાજના લગ્ન સાક્ષી અગ્રવાલ સાથે થવા જઈ રહ્યા છે. જેઓ બંને વડાપ્રધાન મોદીના સમર્થક છે. જેથી તેમણે મહેમાનોને ભાજપને મત આપવાની અપીલ કરી છે સાથે કંકોત્રીમાં રાફેલ ડીલની વિગતો પણ છપાવી છે.


Whatsapp-channel Whatsapp-channel

21 January, 2019 08:24 PM IST | | Dirgha media news agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK