બઈમાં તૈયાર થનારા પહેલા પાશ્વર્નાથ જૈન દેરાસર માટે ઐતિહાસિક ચડાવા

Published: 1st November, 2012 06:39 IST

મીરા રોડના પૂનમ વિહારમાં બની રહેલા દેરાસરમાં પ્રતિષ્ઠા થનારા ભગવાન ભરાવાના ચડાવાના પ્રસંગમાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ શિખરબંધ આરસના જિનાલયની શિલાન્યાસ વિધિ પ. પૂ. યશોવર્મસૂરીશ્વરજી મ.સા.ના હસ્તે કરવામાં આવી હતી. આ દેરાસર ૨૩૦૦ ફૂટનું બનશે. માત્ર ૧૨૦ દિવસમાં તૈયાર કરવા ઉપરાંત દેરાસરમાં વિશેષરૂપે વૈજ્ઞાનિક પદ્ધતિથી સોનાનું ફ્લોરિંગ પણ તૈયાર કરવામાં આવશે.

આ નવા દેરાસર વિશે વધુ માહિતી આપતાં પ. પૂ. યશોવર્મસૂરીશ્વરજી મ. સા.એ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘દેરાસરની ૧૦ ડિસેમ્બરે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. દેરાસરની ખાસ વિશેષતા એ છે કે એમાં સોનાથી રચેલું કાચનું ફ્લોરિંગ હશે જેને વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવશે. ગર્ભગૃહ, શૃંગારચૌકી, રંગમંડપ, કોડીમંડપ વગેરે કેટલીયે વસ્તુઓ ધરાવતું દેવ વિમાન જેવું દેરાસર બાંધવામાં આવી રહ્યું છે.’

- તસવીર : પ્રીતિ ખુમાણ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK