વૃદ્ધાશ્રમના વડીલોના સંગાથે પ્રભુતામાં પગલાં

Published: 30th November, 2012 02:49 IST

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા જીવનસંધ્યા વૃદ્ધાશ્રમના ૨૦૦ વૃદ્ધોને લગ્નમાં હાજર રહેવા ખાસ હેતભર્યું આમંત્રણ મળ્યાં બાદ ગઈ કાલે અમદાવાદની પલક સુરેશભાઈ દક (જૈન) અને મુંબઈમાં રહેતા ચિરાગ મહેતાનાં લગ્નમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધો હરખભેર લગ્નમાં મ્હાલ્યા હતા અને લગ્નગીતો ગાઈને ખુશી વ્યક્ત કરી હતી.

પલકે એક અનોખો નિર્ણય કર્યો હતો કે તેનાં લગ્નમાં જે ચાંદલો આવશે એ તમામ જીવનસંધ્યા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો માટે આપી દેશે તેમ જ લગ્ન બાદ હનીમૂન પર નહીં જાય અને એનો જે ખર્ચ થવાનો હશે એ પણ વૃદ્ધાશ્રમમાં આપી દેશે. તેના આ નિર્ણય પ્રમાણે ગઈ કાલે લગ્નવિધિ સંપન્ન થયા બાદ ચાંદલાની રકમ ૧,૦૧,૧૧૧ રૂપિયા અને ૧૧,૦૦૦ની પર્સનલ રકમ વૃદ્ધાશ્રમને અર્પણ કરી હતી. તસવીર : નીરવ ત્રિવેદી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK